સત્યમ હંસોરા, રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે 5 જેટલા શખ્સો દ્વારા 2 યુવાકો પર છરી વડે હુમલો કરાતા 1 યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: 


હુમલામાં ભોગ બનનાર કુલદીપ ખવડ અને અભિલવ કાઠી જસદણથી આજે રાજકોટ કામથી આવ્યા હતા. જ્યાં તેઓ ગઇકાલ રાત્રીના સમયે ઇન્દિરા સર્કલ નજીક બરફનો ગોળો ખાવા પહોંચ્યા હતા. તે સમયે જ 5 જેટલા શખ્સો આવી પહોંચ્યા હતા. અને બંને યુવકો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.


જુઓ લાઇવ ટીવી:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...