અર્પણ કાયદાવાલા/ અમદાવાદઃ અમદાવાદ સહીત ગુજરાતની પ્રજાની મેટ્રો ટ્રેનની સવારી માટેની ઇંતેજારી ધીમેધીમે પૂર્ણ થવા જઇ રહી છે. અમદાવાદમાં ગુરુવારે ફરી એકવાર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો. એપરેલ પાર્ક સ્ટેશનથી વસ્ત્રાલ તરફના રૂટ પર 3 કોચની મેટ્રો ટ્રેનને અત્યંત ધીમી ગતીએ દોડવવામાં આવી. જે સમયે ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન લીમીટેડના તમામ ઉચ્ચ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના આ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થવા જઇ રહ્યો છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ મુસાફરો માટે શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા ગુરુવારે વધુ એકવાર ટ્રેનનો ટ્રાયલ રન લેવાયો હતો.


નોંધનીય છે કે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દિવસ-રાત આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જે માટે ઝીણામાં ઝીણી બાબતો પર સતત નજર રાખવામાં આવી રહી છે. મેટ્રો પ્રોજેક્ટના ઓપરેશન વિભાગના જનરલ મેનેજરનું કહેવું છે કે, માર્ચ મહીનામાં કોઇપણ સમયે ટ્રેનને મુસાફરો માટે ખુલ્લી મુકવા તેમનું સમગ્ર તંત્ર તૈયાર છે. જે રીતે મેટ્રોના અધિકારીઓ દ્વારા એક પછી એક તબક્કા પસાર કરાઇ રહ્યા છે તેને જોતાં માર્ચ મહીનામાં કોઇપણ સમયે ટ્રેનને લોકો માટે ખુલ્લી મુકી દેવાશે.


[[{"fid":"202340","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


(ફોટો સાભારઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન વેબસાઈટમાંથી)


મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ માહિતી પર....


  • રૂ. 10773 કરોડના ખર્ચે ફોઝ-1માં 39.25 કિલોમીટરમાં તૈયાર થશે

  • 20.73 કિ.મી. લાંબો ઈસ્ટ-વેસ્ટ કોરિડોર, જેમાં 14.40 એલિવેટેડ કોરિડોર

  • 6.33 કિ.મી. લાંબી ટનલ એપરલ પાર્કથી શાહપુર વચ્ચે

  • એપરલ પાર્ક ખાતે 7 એકરમાં વિશાળ ડેપો બનાવાયો છે

  • ડ્રાઇવર લેસ પધ્ધતીથી ચાલશે ટ્રેન, અત્યાધુનિક સુવિધાઓ


સીઝનલ ફ્લૂઃ 1 જાન્યુઆરીથી અત્યાર સુધી રાજ્યમાં 1117 કેસ નોંધાયા, 51નાં મોત


  • સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એક્ઝીટ સહીત સુરક્ષા સુવિધા

  • 3 કોચમાં મળી 1017 મુસાફરો સમાવવાની ક્ષમતા

  • 30 કીમી પ્રતિકલાકની ઝડપે દોડાવાશે ટ્રેન

  • મહત્તમ 90 કીમી પ્રતિકલાકની ઝડપથી દોડી શકે છે ટ્રેન

  • માર્ચ મહીનામં 6.5 કીમીના રૂટ પર દોડશે મેટ્રો

  • વસ્ત્રાલથી એપરલ પાર્ક વચ્ચેનું કામ પૂર્ણતાના આરે

  • એપરલ પાર્કથી કાલુપુર તરફ મેટ્રો રૂટ અન્ડરગ્રાઉન્ડ બને છે.


આશાબેન પટેલની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મોડી રાત્રે વિશેષ બેઠક


  • 18.25 કિ.મી.લાંબો નોર્થ સાઉથ એલિવેટેડ કોરિડોર

  • ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ કોરીડોર મળી કુલ 40 કીલોમીટરનો રૂટ

  • 33 કીલોમીટરનો એલીવેટેડ રૂટ, જ્યારે 7 કીમીનો અંડરગ્રાઉન્ડ રૂટ

  • ઇસ્ટ-વેસ્ટ કોરીડોરના 7 કીમીમાં કુલ 4 અંડરગ્રાઉન્ટ સ્ટેશન

  • 40 કીમીના આખા કોરીડોરમાં 32 સ્ટેશન થશે કાર્યરત

  • ઓવરહેડ ઇલેક્ટ્રીક લાઇનના બદલે થર્ડ રેલ સિસ્ટમથી મળશે પાવર

  • રેલ્વે ટ્રેકને સમાંતર ઇસ્ટોલ કરાઇ થર્ડ રેલ પાવર સિસ્ટમ


ગુજરાતની જેલો પણ કરે છે કરોડોની આવક, આ પ્રકારે કરાવે છે કદીઓ પાસે કામ


  • જુની હાઇકોર્ટ નીચે બે રૂટ માટેનું ઇન્ટર ચેન્જ સ્ટેશન બનશે

  • કોટ વિસ્તારની નીચી કામ થતુ હોવાથી ખાસ ધ્યાન અપાય છે

  • 400 જેટલી ઇમારતોનું સતત કરાઇ રહ્યુ છે નિરીક્ષણ..

  • કાલુપુર ખાતે મેટ્રો, બુલેટ ટ્રેન અને વર્તમાન ટ્રેનનો થશે સમન્વય

  • 6.40 કિલોમીટર લાંબી બન્ને ટનલ વચ્ચે લગભગ 6.50 મીટર અંતર રહેશે

  • કાલુપુર ખાતે બે ટનલની જુદી-જુદી કામગીરી ચાલી રહી છે.

  • 2.40 કિલોમીટર રૂટ પર 1.65 કિલોમીટર લાંબી ટનલ બનાવાશે

  • 260 મીટરનું સ્ટેશન કાંકરિયા ખાતે બનાવાશે

  • 220 મીટરનું સ્ટેશન કાલુપુર ખાતે બનાવાશે

  • 3.30 કિલોમીટર લાંબી ટનલ કાલુપુરથી શાહપુર સુધી તૈયાર કરાશે

  • 300થી 350 મીટર અંતરે ટનલમાં હવાની અવર જવર માટે વેન્ટિલેશનની સુવિધા

  • 1.20થી 1.40 મીટર લાંબા અને 275 મિલીમીટરની થિકનેસ ધરાવતા સેગમેન્ટ

  • 6.35 મીટર ટનલની બહારનો ડાયામીટર


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...