Gujarat Election news: 2002ની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. બે તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતની બેઠકો પર મતદાન થશે. ઉત્તર ગુજરાતની એક મહત્વની બેઠક એટલે ડીસા. સામાન્ય ઉમેદવાર માટેની આ બેઠક પર હાલ ભાજપના શશિકાંત પંડ્યા ધારાસભ્ય છે. આ બેઠકમાં ડીસા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. ગ્રામીણ મતદારો ધરાવતી આ બેઠકનો મિજાજ દર ચૂંટણીએ બદલાય છે. અને આ બેઠક ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કે અપક્ષ મતદારોને પણ ક્યારેક પસંદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે જ્ઞાતિગત સમીકરણો?
ડીસા વિધાનસભા બેઠકમાં કુલ 2,30,537 મતદારો છે. જેમાં 1,20,512 પુરુષ મતદારો અને 1,10,025 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર સવર્ણો સૌથી વધારે છે, અને તેઓ વિજેતા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ડીસા વિધાનસભા બેઠક પર 20 ટકા મતદારો સવર્ણ છે. ઠાકોર મતદારો 17 ટકા છે. માલધારી મતદારો 10 ટકા, ઓબીસી મતદારો 17 ટકા અને દલિત મતદારો 12 ટકા છે.


ડીસા બેઠકનો ઈતિહાસ


વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 શશિકાંત પંડ્યા ભાજપ
2014 (પેટાચૂંટણી) ગોવાભાઈ રબારી કોંગ્રેસ
2012 લીલાધર વાઘેલા ભાજપ
2007 લીલાધર વાઘેલા ભાજપ
2002 ગોવાભાઈ રબારી કોંગ્રેસ
1998 ગોરધનજી માળી ભાજપ
1995 ગોરધનજી માળી ભાજપ
1990 લીલાધર વાઘેલા JD
1985 લીલાધર વાઘેલા IND
1980 મોહનભાઈ દેસાઈ JNP(JP)
1975 વિનોદચંદ્ર પટેલ NCO
1972 પૂંજાજી ભીખાજી કોંગ્રેસ
1967 એસ.એસ શાહ કોંગ્રેસ
1962 વિનોદચંદ્ર પટેલ કોંગ્રેસ

2022માં શું થશે?
ઉત્તર ગુજરાતની આ બેઠક 2017માં ભાજપના ફાળે ગઈ હતી. 2012માં પણ ભાજપના લીલાધર વાઘેલા અહીંથી ધારાસભ્ય બન્યા હતા. પરંતુ  2014માં તેઓ સાંસદ બનતા પેટાચૂંટણી થઈ હતી.જેમાં ડીસાની જનતાએ મેજર અપસેટ સર્જીને કોંગ્રેસના ગોવાભાઈ રબારીને પસંદ કર્યા હતા. ડીસાના ઈતિહાસને જોતા જનતા પક્ષ કરતા ઉમેદવારોનો વધુ પ્રાધાન્ય આપે છે. એટલે જ આ વખતે પણ ડીસાનો જંગ રસપ્રદ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube