આ છે મહાસત્તાના મહાપ્રમુખે મોટેરામાં કરેલા સંબોધનના મહત્વના 10 મુદ્દા...
મોટેરા સ્ટેડિયમ પરથી સંબોધન કરીને અમેરિકન પ્રમુખ એક તરફ દિલ ખોલીને પીએમ મોદીના વખાણ કર્યાં, તો બીજી તરફ ગુજરાતની ધરતી પરથી સીધુ જ પાકિસ્તાન પર નિશાન તાક્યું હતું. હાલ વૈશ્વિક મીડિયામાં પણ ટ્રમ્પ પરિવારની ગુજરાત પ્રવાસની મુલાકાત ચર્ચાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, સચીન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ભારતના દિગ્ગજ મહાનુભાવોના નામ લઈને ટ્રમ્પે ભારતીય સંસ્કૃતિના વખાણ કર્યા હતા. તો સાથે જ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોના પણ વખાણ કર્યાં હતા. ગુજરાતમાં કરાયેલા ભવ્ય સ્વાગતના ટ્રમ્પે વખાણ કર્યા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનના કયા મુદ્દા મહત્વના હતા તે જાણીએ....
ઝી મીડિયા/બ્યૂરો :મોટેરા સ્ટેડિયમ પરથી સંબોધન કરીને અમેરિકન પ્રમુખ એક તરફ દિલ ખોલીને પીએમ મોદીના વખાણ કર્યાં, તો બીજી તરફ ગુજરાતની ધરતી પરથી સીધુ જ પાકિસ્તાન પર નિશાન તાક્યું હતું. હાલ વૈશ્વિક મીડિયામાં પણ ટ્રમ્પ પરિવારની ગુજરાત પ્રવાસની મુલાકાત ચર્ચાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ, સરદાર પટેલ, સચીન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ભારતના દિગ્ગજ મહાનુભાવોના નામ લઈને ટ્રમ્પે ભારતીય સંસ્કૃતિના વખાણ કર્યા હતા. તો સાથે જ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોના પણ વખાણ કર્યાં હતા. ગુજરાતમાં કરાયેલા ભવ્ય સ્વાગતના ટ્રમ્પે વખાણ કર્યા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધનના કયા મુદ્દા મહત્વના હતા તે જાણીએ....
1.
કાલે હું પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરીશ. જેમાં અમે અનેક ડિલ પર વાત કરીશું. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. અમે ભારતને જલ્દી જ સૌથી ખતરનાક મિસાઈલ અને હથિયાર આપીશું.
આને કહેવાય ટાઈમ મેનેજમેન્ટ, સમયસર કાર્યક્રમ પતાવીને ટ્રમ્પનું વિમાન ગુજરાતથી ઉડ્યું
2.
ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, અમેરિકા-ભારત બંને એકસાથે મળીને આતંકવાદની વિરુદ્ઘ લડાઈ લડીશું. ઈસ્લામિક આતંકવાદની વિરુદ્ધ અમેરિકા લડાઈ લડી રહ્યું છે. આપણા દેશ ઈસ્લામિક આતંકવાદના શિકાર રહ્યાં છે, જેની વિરુદ્ધ અમે લડાઈ લડી છે. અમેરિકાએ પોતાના એક્શનમાં ISIS ને નાબૂદ કર્યું, અને અલ બગદાદીનો ખાત્મ કર્યો. અમે આતંકવાદની વિરુદ્ધ મોટા એક્શન લઈ રહ્યાં છે. પાકિસ્તાન પર પણ અમેરિકાએ દબાણ બનાવ્યું છે. પાકિસ્તાનને આતંકવાદની વિરુદ્ધ એક્શન લેવું હશે, દરેક દેશને પોતાને સુરક્ષિત કરવાનો અધિકાર છે.
3.
ભારત દર વર્ષે 2000થી વધુ ફિલ્મો બનાવે છે, જે બોલિવુડ છે. સમગ્ર દુનિયામાં તેનું સ્વાગત કરવામાં આવે છે. લોકો ભાંગડા મ્યૂઝિકનો ઉલ્લેખ કરે છે. લોકોને ડીડીએલજે પણ બહુ પસંદ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા કે, ભારતે દુનિયાને સચીન, વિરાટ કોહલી જેવા મોટા પ્લેયર્સ પણ આપ્યા છે.
ટ્રમ્પના આવવાના એક કલાક પહેલા જ ખીચોખીચ ભરાઈ ગયું મોટેરા સ્ટેડિયમ
4.
પીએમ મોદી ન માત્ર ગુજરાતના, પરંતુ સમગ્ર દેશના ગર્વ છે. જે અસંભવને શક્ય બનાવી શકે છે. વડાપ્રધાનની આગેવાનીમાં આજે ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આ વિકાસની યાત્રા દુનિયા માટે ઉદાહરણરૂપ છે. આજે ભારત અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી શક્તિ બની ગયું છે. ભારતે એક દાયકાની અંદર જ અનેક કરોડો લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે.
5.
આજે ભારતમાં હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ સહિત અને ધર્મોના લોકો કરહે છે. જે ડઝનેક ભાષા બોલે છે. તેમાં છતાં અહીં દેશમાં એક શક્તિની જેમ લોકો રહે છે.
6.
અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ ત્યાંના વિકાસ માટે મોટું યોગદાન આપ્યું છે. અમેરિકામાં રહેતા અનેક બિઝનેસમેન ગુજરાતમાંથી આવે છે. આવામાં અમેરિકાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવા અમે તમારો આભાર માનીએ છીએ.
7.
પાંચ મહિના પહેલા અમેરિકાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે આજે ભારતે અમે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં આવકાર્યાં છે. મોટેરા સ્ટેડિયમ બહુ જ સુંદર છે. આ ભવ્ય વેલકમ માટે તમારો આભાર. મારા અને મારા પરિવાર માટે આ ગર્વની બાબત છે. અમે આ સ્વાગત હંમેશા યાદ રાખીશું.
8.
અમેરિકા અને હિન્દુસ્તાન એક જેવા દેશો છે. અમેરિકા અને ભારતમાં અનેક સમાનતા છે, જેમાં દરેક વ્યક્તિને એક સમાન માનવામાં આવે છે.
9.
ડોનાલ્ડ ટ્રમ્પે આ દરમિયાન ઉજ્જવલા યોજના, ઈન્ટરનેટ સુવિધા, વડાપ્રધાન આવાસ યોજના જેવી મોદી સરકારની અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ બોલ્યા કે, આજે ભારત એક મોટી શક્તિ બનીને ઉભર્યું છે. જે આ સદીની સૌથી મોટી બાબત છે. જે એક શાંતિપૂર્ણ દેશ હોવાની સાથે મેળવ્યું છે.
10.
પીએમ મોદી આજે ભારતના સક્સેસફુલ લીડર છે. તમે માત્ર ગુજરાતનું જ ગર્વ નથી. 70 વર્ષમાં ભારતનો વિકાસ થયો છે. 20મી સદીમાં આ ઈકોનોમી 6 ગણી વધી છે. ભારતનું પોટેન્શિયલ એક્સિલન્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક