દ્વારકાઃ જન્માષ્ટમી નિમિત્તે આગામી 24 ઓગસ્ટના રોજ દ્વારકાધીશ મંદીરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનારો છે, શ્રદ્ધાળુઓ સમયસર પહોંચી શકે તેના માટે મંદીરના સત્તાવાળાઓ દ્વારા આઠમ અને નોમ એમ બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 ઓગસ્ટ, સવારનો કાર્યક્રમ
1. મંગળા આરતી દર્શનઃ 6.00 કલાક
2. મંગળા દર્શન સવારેઃ 6.00થી 8.00 કલાક
3. શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન અને અભિષેક દર્શનઃ સવારે 8.00 કલાક 
4. શ્રીજીને અભિષેક પશ્ર્ચાત પુજન(પટ દર્શન બંધ રહેશે): સવારે 9.00 કલાક 
5. શ્રીજીને સ્નાનભોગ અર્પણઃ 10.00 કલાક
6. શ્રીજીના શ્રૂંગાર ભોગ અર્પણઃ 10.30 કલાક
7. શ્રીજીની શ્રુંગાર આરતીઃ 11.00 કલાક
8. શ્રીજીને ગ્વાલભોગ અર્પણઃ 11.15 કલાક 
9. શ્રીજીને રાજભોગ અર્પણઃ બપોરે 12.00 કલાક
10. અનોસર મંદિર (બંધ): બપોરે 1.00થી સાંજે 5.00 કલાક 


વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરીમાં વધુ એક મોટો ગોટાળો કરવાનો આરોપ 


24 ઓગસ્ટ, શ્રીજીના સાંજના દર્શનનો સમય
1. ઉત્થાપન દર્શનઃ સાંજે 5.00 કલાક
2. શ્રીજીના ઉત્થાપન ભોગ અર્પણઃ સાંજે 5.30 કલાક
3. સંધ્યાભોગ અર્પણઃ સાંજે 7.15 કલાક
4. સંધ્યા આરતી દર્શનઃ સાંજે 7.30 કલાક
5. શયન ભોગ અર્પણઃ રાત્રે 8.00 કલાક
6. શયન આરતીઃ રાત્રે 8.30 કલાક
7. શ્રીજી શયન (દર્શન બંધ) : રાત્રે 9.00 કલાક


24 ઓગસ્ટ મધ્યરાત્રીએ શ્રીજીનો જન્મોત્સવ દર્શન 
1. જન્મોત્સવ આરતી દર્શનઃ રાત્રે 12.00 કલાક
2. શ્રીજી શયન (દર્શન બંધ): રાત્રે 2.30 કલાક


મુખ્યમંત્રીએ આજે એક જ દિવસમાં 8 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી વિકાસને આપ્યો વેગ 


25 ઓગષ્ટ નોમના શ્રીજીનો સવારનો દર્શન કાર્યક્રમ
1. પારણા ઉત્સવ દર્શનઃ 7.00 કલાક
2. અનોસર (દર્શન બંધ) : 10.30 કલાક


ઈસનપુરના કોર્પોરેટરને વિવાદીત વીડિયો બહાર આવ્યા પછી ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ


25 ઓગસ્ટ, શ્રીજીના સાંજના દર્શનનો કાર્યક્રમ
1. ઉત્થાપન દર્શનઃ 5.00 કલાક
2. ઉત્થાપન ભોગ અર્પણઃ 5.30 કલાક
3. બંધ પડદે અભિષેક પુજા (પટ દર્શન બંધ રહેશે) : 6.00 થી 7.00 કલાક 
4. સંધ્યાભોગ અર્પણઃ 7.30 કલાક
5. સંધ્યા આરતી દર્શનઃ 7.45 કલાક
6. શયન ભોગ અર્પણઃ 8.15 કલાક
7. શયન આરતી દર્શનઃ 8.30 કલાક
8. શયન (દર્શન બંધ): 9.30 કલાક


જુઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....