ભક્તિ સાથે સોમનાથ મંદિરની આ માન્યતા પણ પ્રચલિત છે, દૂર થાય છે ક્ષય રોગ અને કોઢ રોગ
- એવી માન્યતા છે કે, ભગવાન શિવના આ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગના દર્શન માત્રથી ભક્તોના દુખદર્દ દૂર થાય છે.
- આ મંદિર પર અનેકવાર હુમલા કરવામા આવ્યા. અનેકવાર મંદિરને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મંદિરનો ખજાનો લૂંટવામાં આવ્યો, પરંતુ આક્રમણકારી આસ્થાના સ્તંભને ન તોડી શક્યા
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતનું સોમનાથ મંદિર અમદાવાદથી અંદાજે 400 કિલોમીટર દૂર સમુદ્રના કિનારે આવેલું છે. કહેવામાં આવે છે કે, સોમનાથ મંદિર (Somnath Temple) નું નિર્માણ સ્વંય ચંદ્રદેવે કર્યું હતું. આ મંદિર પર અનેકવાર હુમલા કરવામા આવ્યા. અનેકવાર મંદિરને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મંદિરનો ખજાનો લૂંટવામાં આવ્યો, પરંતુ આક્રમણકારી આસ્થાના સ્તંભને ન તોડી શક્યા. આ મંદિર સાથે જોડાયેલી ભક્તોની શ્રદ્ધાને ખંડિત ન કરી શક્યા. આજે તમને 12 જ્યોર્તિલિંગમાંથી સોથી પ્રમુખ સોમનાખ દેવના દર્શન કરાવીએ.
બહુ જ ખાસ છે મંદિર
ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સોમનાથ મંદિર 12 જ્યોર્તિલંગમાંથી પહેલું છે. ગુજરાતના વેરાવળમાં સ્થિત સોમનાથ મંદિરનું નિર્માણ સ્વંય ચંદ્રદેવે કર્યું હતુ. ઋગ્દેવ, સ્કંદપુરાણ અને મહાભારતમાં પણ આ મંદિરની મહિમાના ગુનગાન કરાયા છે. સોમ ભગવાનનું સ્થાન એટલે કે સોમનાથ મંદિર, જ્યાં આવીને ભગવાનના સાક્ષાત દર્શનની અનુભૂતિ થાય છે. તેને હિન્દુ ધર્મના ઉત્થાન-પતનના ઈતિહાસનું પ્રતિક માનવામાં આવે છે.
અનન્ય છે સોમનાથ મંદિરની છટા
અત્યંત વૈભવશાળી સોમનાથ મંદિરને ઈતિહાસમાં અનેકવાર ખંડિત કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર પુનિર્માણ કરીને સોમનાથના અસ્તિત્વને મિટાવવાનો પ્રયાસ અસફળ થયો હતો. અરબ સાગરના તટ પર સ્થિત આદિ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરની છટા અલગ જ છે. અહી તીર્થ સ્થાન દેશના પ્રાચીનતમ તીર્થ સ્થાનોમાંથી એક છે. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, સોમનાથ મંદિરના સમૃદ્દ અને અત્યંત વૈભવશાળી હોવાને કારણે આ મંદિરને અનેકવાર મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગલી દ્વારા તોડવામાં આવ્યું હતું. સાથે જ અનેકવાર તેનું પુર્નનિર્માણ પણ થયું હતુ. મહમૂદ ગજનવી દ્વારા આ મંદિર પર આક્રમણ કરવાની ઘટના ઈતિહાસમાં બહુ જ ચર્ચિત છે.
અદભૂત છે નિર્માણ
સોમનાથ મંદિર પોતાની શિલ્પકલા અને ગૌરવશાળી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. મંદિરના શિખર પર સુંદર નક્શીકામ કરવામાં આવ્યું છે. આ મંદિરને 1209 માં ગુજરાતના રાજા કુમારપાલ સોલંકી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની અંદર મા પાર્વતી, ભગવાન ગણેશ તથા નંદીની મૂર્તિઓની સાથે સાથે એક સુંદર શિવલિંગ પણ છે. આ શિવલિંગને રાજા કુમારપાલ સોલંકી ગુજરાતના સૌરાષ્ટ્રથી લાવવામાં આવ્યા હતા.
સારસંભાળની વ્યવસ્થા દુરસ્ત
સોમનાથ મંદિરની વ્યવસ્થા અને સંચાલનનું કાર્ય સોમનાથ ટ્રસ્ટના આધીન છે. સરકારે ટ્રસ્ટને જમીન, બાગ-બગીચા આપ્યા છે. ભગગવાન શિવનું આ પહેલુ જ્યોર્તિલિંગ સોમનાથ ત્રણ ભાગમા વહેંચાયેલું છે. જેમાં મંદિરનું ગર્ભગૃહ, નૃત્ય મંડપ અને સભામંડપ સામેલ છે. તેના શિખરની ઉંચાઈ અંદાજે 150 ફીટ છે. આ પ્રસિદ્ધ મંદિરના પરિસરમાં રાખવામાં આવેલ કળશનુ વજન અંદાજે 10 ટન છે. જ્યારે કે ધ્વજાની ઊંચાઈ 27 ફૂટ છે. આ મંદિર 10 કિલોમીટરના વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે.
દેશને સમર્પિત
હાલમાં સોમનાથ મંદિર ભવનના પુર્નનિર્માણનો આરંભ ભારતની સ્વતંત્રતા બાદ લૌહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. 1 ડિસેમ્બર, 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.
દુખદર્દ દૂર થાય છે
એવી માન્યતા છે કે, ભગવાન શિવના આ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગના દર્શન માત્રથી ભક્તોના દુખદર્દ દૂર થાય છે. તેમજ સોમનાથ ભગવાનની પૂજા આરધનાથી ભક્તોનો ક્ષય રોગ અથવા કોઢ રોગ સારો થઈ જાય છે.