Atal Foot Bridge: અટલ બ્રિજની મુલાકાત લેતાં પહેલાં જાણી લો એન્ટ્રી ફી અને નિયમો
શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ) ને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ શહેરની પ્રસિદ્ધિમાં વધુ એક યશ કલગી ઉમેરાઇ છે. શહેરના પૂર્વ અન પશ્ચિમ વિસ્તારને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટેરીયન બ્રિજ) ને 27 ઓગસ્ટના રોજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ દેશનો પ્રથમ આ પ્રકારનો ફુટ બ્રિજ હશે. અટલ બ્રિજને જોવા માટે એન્ટ્રી ફીની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ ફી અને અન્ય નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજની ફીને લઇને સત્તાવાર કરાઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લોકોની ભીડને નિયંત્રિત કરવા જાહેર કરાયા ફીના ધોરણ અને પ્રવેશ નિયમ નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવેશ ફી 31 ઓગસ્ટથી લાગૂ થશે. અટલ બ્રિજ અને ફલાવર ગાર્ડન માટેની સયુંકત અને એકલી ફી જાહેર કરવામાં આવી છે. અટલ બ્રિજ માટે 3 થી 12 વર્ષ સુધી 15 રૂ, જ્યારે ફ્લાવર પાર્ક સાથેના કોમ્બો ઓફરમાં 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અટલ બ્રિજ માટે 13 થી ઉપરના માટે 30 રૂપિયા, જ્યારે કોમ્બો ઓફરના 40 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
અટલ બ્રિજ માટે 60 વર્ષથી ઉપરના માટે 15 રૂ, કોમ્બો ઓફર માટે 20 જ્યારે વિકલાંગ વ્યક્તિ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. પ્રવેશ સમય સવારે 9 થી 9, એક વ્યક્તિ મહત્તમ 30 મિનિટ જ બ્રિજ પર રોકાઈ શકશે. બ્રિજના બન્ને છેડે ફક્ત અપર પ્રોમીનાડથી જ એન્ટ્રી લઈ શકાશે, લોઅર પ્રોમીનાડથી બહાર નીકળવાનું રહેશે. કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થ કે પાન મસાલા લઈ જવાની મનાઇ રહેશે.
અમદાવાદની સાબરમતી નદી પર આવેલ આ આઇકોનિક પેડેસ્ટેરીયન બ્રિજ એટલે અટલ ફુટ ઓવર બ્રિજ કદાચ દેશનો પ્રથમ બ્રિજ હશે. સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતા અટલ ફુટ ઓવર બ્રિજ 27 ઓગષ્ટના રોજ દેશના પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.
PM મોદી જે ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે એને પતંગનું સ્વરૂપ આપનારા વ્યક્તિને ઓળખો છો?
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૂર્વ અને પશ્ચિમ કાઠાની વચ્ચે પેડેસ્ટેરીયન સરળતાથી જોડાશે.
અટલ ફુટ ઓવર બ્રિજની ખાસિયત
- બ્રિજ ઉપર લોઅર તથા અપર પ્રોમીનાડ પરથી જઇ શકાશે
- ફુટ કિઓસ્ક (2નંગ), સિટીંગ કમ પ્લાન્ટર (14 નંગ), પારદર્શક કાચનું ફલોરીગ (4 નંગ - 24 ચોમી)
- કુલ લંબાઇ: 300 મીટર, વચ્ચેનો વિરામ: 100 મીટર
- પહોળાઇ: બ્રિજના છેડેના ભાગે 10 મીટર તેમજ બ્રિજના વચ્ચેના ભાગે 14 મીટર
- ડિઝાઇન: આઇકોનિક સ્ટીલ બ્રિજમાં સ્ટાફનું વજન 2600 મે. ટન વજનનું લોખંડનું પાઇપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઇલ સ્ટ્રક્ચર છત.
- વચ્ચેના ભાગે વુડન, ફલોરીંગ ભાગે ગ્રેનાઇટ ફલોરીગ, પ્લાન્ટર સ્ટેઇનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
- વચ્ચેના ભાગે ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાનટેશની વ્યવસ્થા
- ડાયનેમિક કલર ચેઇન્જ થઇ શકે તેવું એલઇડી લાઇટીંગ
સદર આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube