જસદણ : આખરે જસદણમાં કોંગ્રેસના કાંગરા ખરી ગયા છે. અવસર નાકિયાને જંગી બહુમતીથી હાર આપીને ભાજપે પોતાનો ગઢ પ્રસ્થાપિત કર્યો છે. કુંવરજી બાવળિયા 20 હજારથી વધુની લીડથી જીત્યા છે. એક દશક બાદ જસદણની ભૂમિ પર ભાજપનું કમળ ખીલ્યું છે. આ સાથે જ ત્રણ રાજ્યોમાં થયેલી ભાજપની હારનું દુખ પણ ભૂલાઈ ગયું છે. ભાજપને પોતાની શાખ બચાવી રાખી છે. આ સાથે જ સીએમ રુપાણી ટૂંક સમયમાં જ જસદણ પહોંચશે અને કુંવરજીના વિજય સરઘસમાં જોડાશે. ભાજપની જીતથી સમગ્ર રાજ્યમાં કાર્યકરોમાં આનંદ છવાઈ ગયો છે. પક્ષપલટો કરવાનો નિર્ણય કુંવરજીને આખરે ફળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે કુંવરજીની જીતના કારણો


  • જસદણમાં પોતાની વ્યક્તિગત ઓળખ. આટલા વર્ષોમાં કોંગ્રેસમાંથી જીત મેળવ્યા બાદ કુંવરજીની પોતાની એક ઓળખ હતી. જેના પર જસદણની જનતાને પહેલાથી જ વિશ્વાસ હતો. 

  • જસદણ અને આસપાસના વિસ્તારમાં લોકપ્રિયતા ઘણી છે. અનેક લોકોએ આ જ કારણે કુંવરજીને વોટ આપ્યો હતો

  • તેઓ કોળી સમાજના પ્રતિષ્ઠિત આગેવાન છે, જેથી સમાજે તેમના પર વિશ્વાસ ટકાવી રાખ્યો.

  • પોતાના સમાજ પર સારું પ્રભુત્વ

  • તેઓ રાજ્યના વર્તમાન કેબિનેટ મંત્રી છે. જેથી જસદણની જનતાને પોતાના વિસ્તારના કામ જલ્દી પૂરા થવા પર આશા જાગી હતી.

  • ભાજપના દિગ્ગજ નેતાઓએ કર્યો હતો પ્રચાર


 
ભાજપની જીતના કારણ 


  • ભાજપનું માઇક્રો પ્લાનિંગ

  • ભાજપનો પ્રચાર માટેનો પ્લાન સફળ

  • કુંવરજી બાવળિયાની લોકપ્રિયતા હાવી રહી

  • બાવળિયાના ટ્રેક રેકૉર્ડને લોકોએ ધ્યાનમાં લીધો

  • મંત્રીપદે હોવાથી વિસ્તારના કામ જલદી થવાની આશા

  • ગ્રામીણ-શહેરી વિસ્તારોમાં એકતરફી મતદાન

  • નવા ચહેરાને જીતાડવાનું જનતાને યોગ્ય ન લાગ્યું

  • સત્તાધારી પક્ષને જ મત આપવાનું યોગ્ય ગણ્યું