Rajkot Garaba: નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દર વર્ષે UD કલબના દાંડિયાનું આયોજન કરે છે. જેના કારણે નવરાત્રિમાં લવ જેહાદ રોકવા માટે રાજકોટમાં પ્રયાસ કરાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. નવરાત્રીમાં લવ જેહાદ રોકવા નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સૂચવ્યું છે કે અર્વાચીન ગરબાના આયોજકોએ આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. UD કલબ નવરાત્રીના પાસ માટે આધારકાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.


ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોઇ લવ જેહાદના કિસ્સા ન બને માટે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે કેટલાક નિયમો ઘડ્યાં છે. કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે ખેલૈયાની એન્ટ્રી માટે આધારકાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આધારકાર્ડ વિના એન્ટ્રી કે ગરબાના પાસ નહિ મળી શકે. તમને જણાવી દઈએ કે દર વર્ષે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબા યોજાઇ છે. આ વર્ષે પણ યુડી કલબ ગરબાનું આયોજન કરવા જઇ રહ્યું છે. પાટીદાર સમાજના નવરાત્રિને લઈને લેવામાં આવેલા આ નિર્ણય સાથે અન્ય અર્વાચીન ગરબા આયોજકો પણ જોડાયા છે. 


નોંધનીય છે કે, 3 ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી પાર્ટી પ્લોટમાં અન ક્લબમાં ગરબાનું આયોજન કરતા ગરબા આયોજકો પણ આયોજનના કામમાં વ્યસ્ત થઇ ગયા છે.


  • એકબાજુ પાટીદાર સમાજને એક કરવાની વાતો વચ્ચે સતત પડી રહ્યા છે ભાગલા કેમ 

  • નવરાત્રીના ગરબામાં બન્ને સમાજમાં પડી રહ્યા છે ફાંટા.

  • રાજકોટમાં લેવા પટેલ બાદ કડવા પાટીદારમાં પણ ભાગલા?

  • લેવા પાટીદાર સમાજ દ્વારા ખોડલધામ નેજા હેઠળ આયોજન થતું જેમાંથી અલગ પડી સરદાર ધામ અલગ આયોજન થયું.

  • કડવા પાટીદાર માં યું.વી.કલબ નું આયોજન થતું તેમાંથી હવે અલગ યું. ડી ક્લબ હેઠલ આયોજન કરવામાં આવ્યું. 

  • સમાજ એક કરવા અનેક પ્રયાસો પણ રાજકીય લાભ માટે સમાજનો શું ઉપયોગ થઈ રહ્યો છે?

  • કેમ સમાજને એક કરવામાં પ્રયાસ થતા નથી