ઉદય રંજન, અમદાવાદ: OLX પર ફ્રોડ કરતા રાજસ્થાનના એક આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. ક્યુ આર કોડ સ્કેન કરીને 3.19 લાખની ઠગાઈ કરી છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ચાલતું ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ સાયબર ક્રાઇમે કર્યો છે. કોણ છે આ આરોપી અને કેવી રીતે કરતા હતા OLX પર ઠગાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયબર ક્રાઇમ બ્રાંચની ગીરફતમાં રહેલા આરોપી જબ્બારખાન રહેમુદીન મેઉની OLX પર ફ્રોડ કેસમાં રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ધરપકડ કરી છે. આરોપીએ અમદાવાદના એક વેપારીને OLX પર ક્યુઆર કોર્ડ સ્કેન કરવા નામે 3.19 લાખની છેતરપિંડી કરી છે. ઘટના એવી છે કે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા એક વેપારીએ જુના સોફાસેટ OLX પર વેચાણ માટે મૂક્યો હતો. આ દરમિયાન આરોપીએ સોફા સેટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી કોલ કર્યો હતો.


આ પણ વાંચો:- 15 વર્ષની સગીરાએ પુત્રને આપ્યો જન્મ, પોલીસે સરપંચના પુત્રની કરી ધરપકડ


પૈસાની ચૂકવણી માટે ક્યુઆર કોર્ડ મોકલ્યો હતો. વેપારી ક્યુઆર કોર્ડ સ્કેન કરતા 24,500 રૂપિયા કપાઈ ગયા હતા. જેથી ફરી આરોપીનો સંપર્ક કરતા આરોપીએ બારકોર્ડ સ્ક્રેનર મોકલ્યું હતું. જે વેપારી સ્કેન કરતા 3.19 લાખ રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યાર બાદ આરોપીએ ફોન સ્વીચ ઓફ કરી દેતા વેપારી સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસ્ટ આધારે આરોપી ધરપકડ કરી છે.


પકડાયેલ આરોપી જબ્બારખાન મેઉ ધોરણ 12 પાસનો અભ્યાસ કર્યો છે અને રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં જબ્બાર ઈ-મિત્ર નિમલા નામની ઓફિસ ખોલીને ઠગાઇનો વેપાર કરે છે. સાયબર ક્રાઇમની તપાસમાં છેતરપિંડીના પૈસા આરોપી સ્પાઇસ મની વોલેટના આઈડી ઉપર આવેલ હતા. જે બાદ તપાસ કરતા ભરતપુર જિલ્લા આજુબાજુના ગામના યુવાનો OLX ફ્રોડ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.


આ પણ વાંચો:- ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂતોને આપવામાં આવશે સહાય, જાણો શું કહ્યું કૃષિમંત્રીએ


એમાં ફેક કોલ કરવાથી માડી પૈસા ઉપાડવા જાય ત્યાં સુધીના તમામ શખ્સો ગુનાહિત કાવતરા રચી ગુન્હાને અંજામ આપવા માટે માઇક્રો એટીએમના મર્ચન્ટ સાથે મળી ગુન્હાને અંજામ આપ્યો હતો. OLX નામે ફ્રોડ કરવાના નેટવર્કને લઈને સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી. જામતારા બાદ રાજસ્થાનના ભરતપુર OLX ગેંગ આતંક મચાવ્યો છે. આ ગેંગના અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube