સંજય ટાંક/ અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા નીકળવાની છે ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અને હર્ષોલ્લાસ, ભક્તિભાવ પૂર્વક અને શાંતિ પૂર્ણ વાતાવરણમાં રથયાત્રાની ઉજવણી થાય તે પ્રકારે વ્યવસ્થાનું આયોજન થઈ રહ્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ના બને તેને લઈ અગમચેતીના ભાગરૂપે મંદિર પ્રસાશન દ્વારા દોઢ કરોડનો વિમો લેવાયો છે.
[[{"fid":"176149","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ભગવાન જગન્નાથજી","field_file_image_title_text[und][0][value]":"ભગવાન જગન્નાથજી"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ભગવાન જગન્નાથજી","field_file_image_title_text[und][0][value]":"ભગવાન જગન્નાથજી"}},"link_text":false,"attributes":{"alt":"ભગવાન જગન્નાથજી","title":"ભગવાન જગન્નાથજી","class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 શણગારેલા ગજરાજ
અંગ કસરતના દાવપેચ સાથે 30 અખાડા
18 ભજન મંડળીઓ
2500 જેટલા સાધુ સંતો
રથ ખેંચતા 1200 ખલાસીઓ
અને લાખો ભક્તોની જનમેદની


જી હાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નજીક આવી રહી છે તેમ તેમ ભક્તો ભગવાનના દર્શન માટે અધિરા બન્યા છે. અષાઢી બીજના રોજ મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી પહિંદ વિધી કરી રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવશે.


રથયાત્રામાં ભક્તોને પ્રસાદી વહેંચાશે
25, 000 કિલો મગ પ્રસાદ
500 કિલો જાંબુનો પ્રસાદ
300 કિલો કેરીનો પ્રસાદ
300 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ
2 લાખ ઉપેર્ણા પ્રસાદ


ભગવાન જગન્નાથજી મામાના ઘરેથી અમાસના દિવસે નીજ મંદિર પરત ફરશે. જ્યાં નેત્રોત્સવ વિધી, વિશિષ્ટ પૂજન વિધી હાથ ધરાશે. આ પ્રસંગે મુખ્ય અતિથી પદે રાજ્યપાલ ઓ.પી. કોહલી, અતિથી વિશેષ તરીકે મેયર બિજલબેન પટેલ ઉપસ્થિત રહેશે.જ્યારે સાધુ સંતોનો ભંડારો યોજાશે જેમાં મુખ્ય અતિથી તરીકે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે.
[[{"fid":"176150","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"રણછોડ","field_file_image_title_text[und][0][value]":"રણછોડ"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"રણછોડ","field_file_image_title_text[und][0][value]":"રણછોડ"}},"link_text":false,"attributes":{"alt":"રણછોડ","title":"રણછોડ","class":"media-element file-default","data-delta":"2"}}]]


સવારે 8 વાગે જગન્નાથજી, સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભ ગૃહમાં પ્રવેશ
વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ પુજન વિધિ, નેત્રોત્સવ વિધિ
ભગવાનના આંખે પાટો  બાંધવામાં આવશે
સવારે 9-00 વાગે ધ્વજારોહણ વિધિ થશે
બપોરે 11-30 વાગે સાધુ સંતો માટે ભંડારો


તો વળી એકમના દિવસે ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. ત્યાર બાદ રથ પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપસ્થિત રહેશે. 


સવારે 8 વાગે ભગવાનને સોના વેશના દર્શન
બપોરે 3 વાગે મંદિર પ્રાંગણમાં રથ પૂજન
સાંજે 4 વાગે શાંતિ સમિતિની મુલાકાત
સાંજે  6-00 વાગે મુખ્યમંત્રી વિજયરુપાણી વિશિષ્ટ પૂજા અને આરતી કરશે
સાંજે 8 વાગે મહાઆરતી


જ્યારે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળશે. જેમાં મગળા આરતી સમયે મુખ્ય અતિથી પદે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ઉપસ્થિત રહેશે. સવારે ભગવાને ખીચડીનો ભોગ ધરાવાશે.. જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. 


અષાઢી બીજ રથયાત્રાના દિવસે કાર્યક્રમ


સવારે 4 વાગે મંગળા આરતી
સાંજે 4-30 વાગે ખીચડીનો વિશિષ્ટ ભોગ ભગવાનને ધરાવાશે
સવારે 5 વાગે આદિવાસી નૃત્ય અને રાસ ગરબા
સવારે 5-45 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ
સવારે 7-00 વાગે મંદિરથી રથયાત્રાનો શુભારંભ


ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે જગન્નાથજી મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યોં છે. અને શાંતી પૂર્ણ વાતાવરણાં રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે મંદિર પ્રશાસન તકેદારી રાખી રહ્યું છે.