તેજશ મોદી, સુરત: દેશમાં સિમેન્ટના જંગલોની સંખ્યા વધી રહી છે, અને ખરા અર્થમાં વૃક્ષો અને જંગલોનું નિકંદન થઇ રહ્યું છે. ગ્રીનરી ઘટી રહી છે, જેના કારણે પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ વધી રહી છે. જોકે અનેક લોકો એવા પણ છે જે પર્યાવરણની જાળવણી અને વૃક્ષો ઉગાડવાની દિશામાં કામ કરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સ્વબળે કાર્ય કરીને અનેક એવોર્ડ પ્રાપ્ત કરી રેકૉર્ડ સર્જનાર અને ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા બનેલા સુરતના ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ક્લીન ઈન્ડિયા-ગ્રીન ઈન્ડિયાના સંકલ્પ સાથે શરૂ કરેલા ગો ગ્રીન અભિયાનને આગળ ધપાવતા પોતાની બે કારોને પણ ગ્રીન બનાવી અનોખી પહેલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અંબાજીમાં વહેલી સવારે વરસાદ


તેમને કારોને ગ્રીન કૉન્સેપ્ટ સાથે ગ્રાસથી ડેકોરેટ કરી છે. જેથી અન્ય લોકો પણ ગો ગ્રીન માટે પ્રેરિત થાય. આ ભારતની પ્રથમ ગ્રીન કાર છે. ભર તાપમાં ગ્રીન કાર આકર્ષણનું કેન્દ્ર બની છે. વિરલ દેસાઈએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. એટલું જ નહીં પણ આ બાબતે રાજ્ય અને દેશના નાગરિકોમાં પણ જાગૃતતા કેળવાય તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ક્લીન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયાના સૂત્રને સાકારીત કરવા તેઓ અને તેમની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન પણ આ માટે કામ કરી રહી છે.


[[{"fid":"214536","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: VS હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલી, પેનલ ડોક્ટર દ્વારા ફરી કરવામાં આવશે PM


અત્યાર સુધીમાં ક્લીન ઈન્ડિયા,ગ્રીન ઈન્ડિયા અંતર્ગત અત્યાર સુધી 23000થી વધુ વૃક્ષોનુ રોપણ અને 3300 ટ્રીગાર્ડનું વિતરણ કરી ચૂક્યા છે. જોકે લોકોમાં વધુ અવેરનેશ આવે અને લોકો વૃક્ષોનું વાવે તે માટે વિરલ દેસાઈને કંઈક નવું કરવું હતું કારણ કે આજે કૂદકે ને ભૂસકે વધી રહેલા વિકાસની દૌડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખાસ કરીને વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે, એટલે તેમને પહેલા તો પોતાની મર્સીડીઝ કારને ગો ગ્રીન અભિયાન હેઠળ સંપૂર્ણ ગ્રીન બનાવાનું વિચાર્યું, અને તે દિશામાં તેમને કામગીરી પણ શરુ કરી દીધી.


વધુમાં વાંચો: મિત્તલના બોડીની જગ્યાએ નસરીનનો મૃતદેહ દફનાવાઈ ગયો... આવું કઈ રીતે બન્યું? જાણો મિત્તલના પિતાએ શું કહ્યું


જોકે અંગત મિત્રો અને પરિવારજનોએ તેમને એવું કરવાની ના પાડી હતી, જોકે વિરલ માન્યા નહીં આથી તેમની પાસે રહેલી અન્ય બે કારને ગ્રીન બનાવવાનું વિચાર્યું, આ બંને કારને ગ્રીન બનાવવાનું કામ તેમને પોતાની ફેક્ટરીમાં જ શરુ કરું, પોતાના એન્જીનીયરો સાથે સતત કામ કરી અંદાજે બે થી અઢી લાખના ખર્ચે વિરલે ગ્રીન કાર તૈયાર કરાવી હતી. વિરલ દેસાઈનું કહેવું છે, કે જ્યારે એમને પોતાની ઓફિસનાં મિત્રોની કારને ગ્રીન બનાવી તો પહેલા તો તેઓ ઉદાસ હતાં.


[[{"fid":"214537","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


વધુમાં વાંચો: VS હોસ્પિટલમાં 2 મહિલાઓની લાશની અદલાબદલી: નસરીનનો મૃતદેહ કબરમાંથી કાઢી પરિવારને સોંપાયો


જ્યારે પહેલા દિવસે તેઓ આ કાર લઈને રસ્તા પર નીકળ્યા તો લોકો તેને જોતા જ રહી ગયા, સિગ્નલ પર જ્યારે કાર અટકે લોકો તાળી પાડતા, ફોટો પાડતા અથવા સેલ્ફી લેતા હતાં, આમ લોકો ગ્રીન કારને જોઈ ખુશ થતાં અણ પૂછતાં પણ હતાં કે શા માટે આવી કાર બનાવી તો જવાબમાં વિરલ કહેતા હતાં કે ગો ગ્રીનના સૂત્રને સાર્થક કરવાના સંકલ્પ સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકો વધુમાં વધુ વૃક્ષો વાવે સાથે જ વૃક્ષોનું નિકંદન રોકે તે માટેનો છે. વિરલ હાલમાં જ મુંબઈ ગયા હતાં જ્યાં પણ મોટી સંખ્યામાં લોકોએ તેમની ગ્રીન કાર જોઈ તેમનું અભિવાદન કર્યું હતું અને ફોટા પણ પડાવ્યા હતાં અને તેમના કોન્સેપ્ટની સરાહના કરી હતી.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...