રાજકોટ : વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજનું રાજકોટમાં શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. બિન રાજકિય રૂપથી સમાજના આગેવાનો એકત્ર થયા હતા. રાજ્યમાં સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજ અને કોળી ઠાકોર અને કોળી પટેલ ની હોવાનું સમાજના આગેવાનોનો મત આપ્યો હતો. સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ હાજર રહ્યા હતા. પૂર્વ સાંસદ દેવજીભાઈ ફાતેહપુરા પણ હાજર રહ્યા હતા. વર્તમાન નગરસેવક બાબુભાઇ દુધરેજીયા હાજર રહ્યા હતા. પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર હતા. કોંગ્રેસ-ભાજપના સમાજના કાર્યકરો પણ જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્ટેલમાં ગમતું નહી હોવાનાં કારણે મહારાષ્ટ્રીય યુવતીએ હોસ્ટેલમાં કરી નાખ્યો એવો કાંડ કે...


પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ જણાવ્યું કે, અન્ય સમાજ નિવેદન કરે તો ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ ચા પીવા જાય છે. અમારા સંગઠન ના નેતાઓની ભાજપ અવગણના કરે છે. સૌરાષ્ટ્ર મેજોરીટી સીટ વિધાનસભા નો પ્રવાસ કરીશુ. બિન રાજકીય મિટિંગ છે. પણ અમારી સાથે અવગણના થાય છે. અમે દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે. અમે ભજપમાં છીએ અને રહેવાના. પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનું નિવેદન. સૌરાષ્ટ્રમાં આજ રોજ સ્નેમિલન યોજાયું છે. સમાજને કઈ રીતે આગળ લાવવા તેના ચિંતન માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં કોઈ રાજકીય ચર્ચા થઇ નથી. 


ગુજરાતની અતિપવિત્ર યાત્રા, વેદો-પુરાણોમાં પણ જેને ગણાવાઇ છે દુ:ખ ભંજની યાત્રા


સામાજિક લોકો રાજકીય પાર્ટી પાસે અપેક્ષા રાખે છે. ઉત્સવ માટે સંમેલન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જે ધાર્મિક તહેવાર ઉજવણીના કારણે સંમેલનનું આયોજન કરાયું છે. સામાજિક ચિંતન માટે સંમેલન યોજાઈ રહ્યો છે. સમસ્ત કોળી સમાજ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવે છે. દેવજીભાઇ થોડા રોષે ભરાયા છે. દરેક પાર્ટી પાસેથી કોળી સમાજને અપેક્ષા છે. જે પક્ષ આ અપેક્ષામાં ખરો ઉતરશે તેના તરફ સમાજ ઢળશે તે સ્વાભાવિક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube