• નરેશ પટેલે રાજકીય ઈનિંગની શરૂઆત પહેલાં કરી કોળી સમાજના આગેવાનો સાથે બેઠક

  • બેઠક બાદ કહ્યું, પાટીદાર અને કોળી સમાજ એક થઈને કરશે કામ


નરેશ ભાલિયા/રાજકોટ :આજે ખોડલધામ ખાતે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામ ચેરમને નરેશ પટેલ સાથે ખાનગી રાહે બેઠક કરી હતી, જેમાં બંને સમાજ એક થઇને ગુજરાતનો અને સમાજનો વિકાસ કરવાની ચર્ચા થઇ હતી. જોકે, આ બેઠક બાદ પણ નરેશ પટેલના રાજકારણ પ્રવેશ માટે ફરી એકવાર રહસ્ય રહ્યું હતું. પરંતુ રાજકારણમાં આવવા નરેશ પટેલ એક્ટિવ થઈ ગયા હોય તેવુ દેખાઈ રહ્યું છ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને ફરી એકવાર રહસ્ય રહ્યું છે. આજે કોળી સમાજના આગેવાન સાથે થયેલ બેઠકમાં પણ યોગ્ય સમયે જાણ કરવાની અને દરેક સમાજ કહેશે તેવી નરેશ પટેલે વાત કરી હતી, આજે ગુજરાતના કોળી સમાજના માંધાંતા ગ્રુપના પ્રમુખ અને સાથે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામની મુલાકાત લીધી હતી. માં ખોડલના દર્શન બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે એક બેઠક કરી હતી અને સામાજિક શૈક્ષણિક સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. કોળી સમાજના માંધાતા ગ્રુપના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ બેઠક બાદ જણાવ્યું હતું કે, નરેશ પટેલ જેવા વ્યક્તિએ રાજકારણમાં ચોક્કસ આવવું જોઈ અને સારા વ્યક્તિની રાજકારણમાં ખૂબ જ જરુરુ છે, સાથે નરેશ પટેલ રાજકારણમાં આવીને ગુજરાતની સેવા કરવી જોઈએ, જયારે નરેશ પટેલ જેવા સારા વ્યક્તિ ને તે જ્યાં હોય ત્યાં કોળી સમાજ તેની સાથે દરેક સમાજ સાથે રહેશે તે ચોક્કસ છે.


આ પણ વાંચો : શિક્ષકોની બદલીને લઈએ મોટી જાહેરાત, શિક્ષકોની વર્ષો જૂની માંગણીઓ સરકારે સ્વીકારી


ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સતત તમામ સમાજ સાથે મિટિંગ કરી રહ્યાં છે. તે જોતા અને તેમના જણાવ્યા મુજબ રાજકારણ પ્રવેશ માટે તમામ સમાજનું જો આહવાન હશે તે દિવસે તેઓ ચોક્કસથી રાજકારણમાં આવી જશે તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. સાથે ગુજરાતનો વિકાસ કરવો હોય તો ગુજરાતમાં બે મોટો સમાજ છે. જેમાં કોળી સમાજ અને પટેલ સમાજ બંને સાથે આવે છે, જો ગુજરાતમાં વિકાસ અને કાર્ય કરવું હોય તો આ બંને સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાય તે જરૂરી છે. 


ખોડલધામ ચેરમેન નરેશ પટેલ તમામ સમાજ સાથે જે રીતે મિટિંગ કરી રહ્યા છે તેજોતા તેવો તેનો રાજકીય પ્રવેશ માટે તખ્તો તૈયાર કરતા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. અને આવતા સમયમાં કોઈ અલગ રાજકીય સમીકરણો સર્જાઈ શકે તે ચોક્કસ છે.