જસદણ પેટા ચૂંટણી : ગલીઓ, ઈમારતો પર લખાયું ‘કુંવરજી હારે છે’
જસદણની પેટાચૂંટણીમાં હવે આરપારની લડાઈ જોવા મળી રહી છે. કદાચ જો બંને પક્ષોને હાથમાં હથિયારો આપી દેવાય તો સામસામે મોટો નરસંહાર સર્જાઈ જાય. જસદણની ચૂંટણી જીતવી કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠા જેવી બની ગઈ છે. તેથી જ જસદણ પર જ બંને પક્ષોએ ફોકસ બનાવી રાખ્યું છે. ત્યારે જસદણની ગલીઓમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા વિરુદ્ધ લખાણો જોવા મળ્યા હતા. જસદણની કેટલીક ઈમારતો પર ‘ગુલામી બંધ કર, કુંવરજી હારે છે’ તેવું લખાણ લખાયું હતું. ત્યારે હવે ભાજપ આ મામલે આક્રમક બની છે.
જસદણ : જસદણની પેટાચૂંટણીમાં હવે આરપારની લડાઈ જોવા મળી રહી છે. કદાચ જો બંને પક્ષોને હાથમાં હથિયારો આપી દેવાય તો સામસામે મોટો નરસંહાર સર્જાઈ જાય. જસદણની ચૂંટણી જીતવી કોંગ્રેસ અને ભાજપ બંને માટે પ્રતિષ્ઠા જેવી બની ગઈ છે. તેથી જ જસદણ પર જ બંને પક્ષોએ ફોકસ બનાવી રાખ્યું છે. ત્યારે જસદણની ગલીઓમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા વિરુદ્ધ લખાણો જોવા મળ્યા હતા. જસદણની કેટલીક ઈમારતો પર ‘ગુલામી બંધ કર, કુંવરજી હારે છે’ તેવું લખાણ લખાયું હતું. ત્યારે હવે ભાજપ આ મામલે આક્રમક બની છે.
ભાજપનો ઝંડો પકડીને જસદણની ગલીઓમાં ઘૂમ્યા બાળકો, કર્યો ચૂંટણી પ્રચાર
ગઈકાલે શહેરની સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં ‘ગુલામી હવે બંધ, કુંવરજી હારે છે’ તેવુ લખાણ લખાયેલું જોવા મળી રહ્યું છે. જસદણમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિરુદ્ધ લખાણ મામલે ભાજપ હરકતમાં આવ્યું. સરકારી મીલકતો પર લખાણ લખવા મામલે ભાજપે પોલીસ ફરિયાદ કરી છે. જસદણ પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભાજપે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે.
[[{"fid":"195234","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h40m25.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h40m25.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h40m25.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h40m25.jpg"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-12-17-14h40m25.jpg","title":"vlcsnap-2018-12-17-14h40m25.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
બેનર્સ પણ ફાડી નાખ્યા
જસદણમાં ભાજપના બેનર પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે આજે સોમવારે અજાણ્યા શખ્સો દ્વારા કુંવરજી બાવળિયા અને અમિત શાહના ફોટો વાળા બેનરો ફાડી નાંખવામાં આવ્યા છે. હતા. ગઇકાલે દિવાલ પર કોઇએ કુંવરજી હારે છે એવા લખાણ લખી લખ્યા હતા. આ મામલે ભાજપે ચૂંટણી પંચ અને પોલીસમાં ફરિયાદ કરી છે. કુંવરજીએ જણાવ્યું હતુ કે,કોંગ્રેસ હાર ભાળી ગઇ હોવાથી આવું કરાવે છે.
[[{"fid":"195237","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h39m40.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h39m40.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h39m40.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-17-14h39m40.jpg"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-12-17-14h39m40.jpg","title":"vlcsnap-2018-12-17-14h39m40.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
અવસર નાકીયાની મિલકત 40.67 લાખ
આવતીકાલે મંગળવારે સાંજે 5 વાગ્યે જસદણ પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં કંઈ જ બાકી નથી રાખ્યા. જસદણની દરેક ગલી-નાકા પર ચૂંટણીની ચર્ચા વચ્ચે 20મી ડિસેમ્બરે મતદાન યોજાશે. ત્યારે જસદણની જંગમાં ઉભા રહેલા ઉમેદવારોના ખર્ચ અંગે ચૂંટણીની નોડલ ઓફિસર વેરિફિકેશન કરે છે. ઉમેદવારોએ કરેલા ખર્ચનું ક્રોસ વેરિફિકેશન કરાય છે. ત્યારે અવસર નાકિયાએ પોતાની સંપત્તિ તથા ખર્ચની વિગતો જાહેર કરી હતી. અવસર નાકિયા પાસે કુલ 40.67 લાખની સંપત્તિ છે. તો તેમની પાસે જંગલ મિલકત 5.67 લાખની છે. અવસર નાકિયાની પત્ની પાસે 6.67 લાખની સંપત્તિ મિલકત છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટણી ખર્ચ રજૂ કરવાના બીજા રાઉન્ડમાં બંને રાજકીય પક્ષો સહિત તમામ 8 ઉમેદવારોએ તેમના હિસાબો ચૂંટણીતંત્ર રજૂ કર્યા હતા.