તેજશ મોદી/સુરત: જીલ્લા ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હળપતિ આવાસ નિગમના પૂર્વ ચેરમેન કુંવરજી હળપતિએ રવિવારે ભાજપમાં પુનઃ પ્રવેશ કર્યો છે, 2017ની ચુંટણીમાં અપક્ષમાંથી દાવેદારી કરવામાં આવતા ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. કુંવરજી સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતાં. મહત્વનું છે કે 2019ની ચૂટણીમાં ભાજપ કોઈ રીતે બારડોલીની બેઠક ગુમાવવા નથી માંગતી, જેથી જ નારાજ નેતાઓને માનવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત જીલ્લાના હળપતિ સમાજના આગેવાના અને ભાજપના પૂર્વ નેતા કુંવરજી હળપતિએ રવિવારે ફરી એક વખત ભાજપનો ખેસ પહેરી પ્રવેશ કર્યો હતો, તેમની સાથે તેમના કાર્યકરો પણ જોડાયા હતાં. નિયત સમય કરતા એક કલાક મોડી શરુ થયેલી પત્રકાર પરિષદ પહેલા કુંવરજી તમામ મીડિયાને કહી રહ્યા હતાં કે તેઓ ભાજપમાં જોડાવવાના નથી, જોકે બાદમાં ઉધના ખાતે આવેલા ભાજપ કાર્યાલય પર સીનીયર નેતા અને મંત્રીઓના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. 


મીડિયા સાથેની વાતચીતમાં હળપતિએ કહ્યું હતું કે 2017ની ચુંટણીમાં મારી સાથે જે કાર્યકરો ભાજપમાં હતાં તેમની ઈચ્છા હતી કે મને ટીકીટ આપવામાં આવે, જોકે મને ટીકીટ નહીં મળતા માંડવી વિધાનસભા બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. જેથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો, જોકે ત્યારે બાદ પણ હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો હતો, મને સસ્પેન્ડ કરવામાં આવ્યો પરતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોથી પ્રેરિત થઇ ફરી એક વખત ભાજપ સાથે જોડાવવાની ઈચ્છા થઇ જેથી હું ફરીથી ભાજપમાં જોડાયો છે, કોંગ્રેસ પર આરોપ કરતા કહ્યું હતું કે હળપતિ સમાજ માટે કોંગ્રેસે કશું પણ કર્યું નથી, જ્યારે મને હળપતિ વિકાસ નિગમનો ચેરમેન બનાવ્યો ત્યાર બાદ દસ હજારથી વધુ મકાનો હળપતિ સમાજને આપ્યા હતા, આ હવે ફરીથી ભાજપમાં જોડાયો છું અને લોકસભામાં ભાજપને જીતાડવા મહેનત કરીશ.


વડોદરા: ગુજરાત એલ્યુમિનિયમ કંપનીમાં ઘડાકાભેર આગ લાગતા મચી દોડધામ


2019 માટે તૈયાર છું.
મીડીયા દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં કુંવરજી હળપતિએ કહ્યું હતું કે 2019માં પાર્ટી જે જવાબદારી આપશે તે નિભાવા તૈયાર છું, ફરી એક વખત નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાના છે, જોકે જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે લોકસભાના ઉમેદવાર હશો તો તેના જવાબમાં તેમને કહ્યું હતું કે હું ઉમેદવાર નથી, જોકે પાર્ટી જે પણ જવાબદારી કે કામ સોપશે તે હું પૂર્ણ કરીશ.


મહંતના એક મત માટે ઉભું કરાઇ છે બૂથ, પીએમ મોદીએ મન કી બાતમાં કરી વાત


વર્તમાન સાંસદ સાથે મતભેદ
બારડોલીના વર્તમાન સાંસદ પરભુ વસાવવા અને કુંવરજી હળપતિ વચ્ચે ખુબ મતભેદ છે, આ બંને નેતાઓ મૂળ કોંગ્રેસના છે, બંને વચ્ચે એ હદે મતભેદ હતાં કે એક બીજી જાહેરમાં તુતુમેમે થઇ હતી, જોકે બાદમાં કુંવરજીએ કોંગ્રેસને રામરામ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો, જોકે વર્ષ 2014ની લોકસભાની ચુંટણીમાં કુંવરજીના વિરોધી એવા માંડવીના ધારાસભ્ય પરભુ વસવાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી લોકસભાની ટીકીટ આપવામાં આવી હતી. પરભુ વસવા ચુંટણી જીતી ગયા હતા. આમ બંને વચ્ચે ફરી એક વખત મતભેદ સામે આવ્યા હતાં. એવું કહેવામાં આવે છે કે 2017ની વિધાનસભાની ચુંટણીમાં માંડવી બેઠક પર કુંવરજી હળપતિએ ભાજપ પાસે ટીકીટ માંગી હતી, પરતું ભાજપે પ્રવીણ ચૌધરીને ટીકીટ આપી હતી, જેથી કુંવરજીએ અપક્ષમાંથી ઉમેદવારી નોધાવી હતી, આમ ભાજપના જ બે નેતાઓ સામસામે આવતા કોન્ગ્રેસના આનંદ ચૌધરીનો વિજય થયો હતો. અને તેથી જ ભાજપે તેમને સસ્પેન્ડ કાર્ય હતાં.


જામનગરમાં TATની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો પરીક્ષાર્થીઓનો આક્ષેપ


ગણપત વસવા વિષે કરી હતી ટીપ્પણી
2017ની ચુંટણીમાં કુંવરજી હળપતિએ અનેક વખત ભાજપના નેતાઓ સામે એલફેલ નિવેદનો કર્યા હતા, તેમાં પણ ખાસ કરીને મંત્રી ગણપત વસવા સામેના તેમના નિવેદનોના વિડીયો ખુબ વાઈરલ પણ જેતે સમયે થયા હતા, જોકે લોકસભાનું ચુંટણી હોવાથી કોઈ જોખમ ભાજપ લેવા માંગતું નથી, જેથી તમામ મતભેદો ભૂલી કુંવરજીને ભાજપમાં લાવવામાં આવ્યા છે તેવું જાણકારો કહી રહ્યા છે.