અમદાવાદ: કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કુંવરજી બાવળિયા સહિત કોંગ્રેસના 120 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. કમલમ ખાતે જીતુભાઇ વાઘાણી દ્વારા કુંવરજી બાવળિયાને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે જસદણના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાએ પાર્ટી સાથે નારાજગીને લઈને આખરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપી દીધું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપમાં જોડાયા બાદ કુંવરજી બાવળિયા કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અને હું વિધિવત રીતે ભાજપમાં પાર્ટીમાં જોડાયું છું. કુંવરજી બાવળીયાએ ચોંકાવનારૂ નિવેદન આપતાં કહ્યું કે, રાહુલ ગાંધી ક્યાંકને ક્યાંક જાતિવાદનું રાજકારણ ખેલી રહ્યા છે. પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જે રીતે કામ થઇ રહ્યું છે એ જોતાં અમને એવું લાગી રહ્યું છે કે સફળ થવાય એમ નથી એટલે આ રાજીનામું આપ્યું છે.

BREAKING NEWS : કુંવરજી બાવળીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, કેબિનેટમાં સ્થાન અપાશે 


જસદણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ મંગળવારે સવારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પોતાનું રાજીનામું આપ્યું હતું અને બપોરે કમલમ ખાતે આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા. રાજીનામું આપવા અંગે ખુલાસો કરતાં કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, કેટલાક સમયથી જોયું છે કે, રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક જાતિવાદનું રાજકારણ ખેલી રહ્યા છે. એ જોતાં અહીં સફળ થવાનું નથી એવું લાગી રહ્યું છે. પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જે ચાલી રહ્યું છે એ જોતાં મારો અનુભવ, વર્ષોથી નિષ્ઠાથી કરેલું કામ જોતાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

કુંવરજી બાવળીયાએ કેમ આપ્યું રાજીનામું ? ભાજપે કેમ આવકાર્યા? આ છે કારણ!


કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેરનાર દિગ્ગજ નેતા નેતા કુંવરજી બાવળીયાને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું તેમને મંત્રી સોંપવાની વાત ચાલી રહી છે ત્યારે તમને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું છે ત્યારે તેમણે પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે મને જે કામ સોંપવામાં આવશે તે નિષ્ઠાપૂર્વક કરીશ. 


અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજીનામું આપ્યા પછી તે ભાજપ કાર્યાલયમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે નીતિન પટેલ,જીતુ વાઘાણી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી. તે સમયે પત્રકારોએ તેમને ઘેરી વળ્યા હતા અને નિવેદન આપવા માટે જણાવ્યું હતું. ત્યારે ભાજપના પ્રદેશ નેતા હર્ષદ પટેલે તેમને નિવેદન આપતા અટકાવ્યા હતા. કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા નહોતા તે પહેલાં જે તેમને આ રીતે અટકાવવામાં આવતા તેમને કડવો અનુભવ થયો હતો. ઉલ્લેખનીય છેકે જસદણના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયાએ પાર્ટી સાથે નારાજગીને લઈને આખરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપી દીધું હતું.