જસદણ : જસદણની ચૂંટણી જીતવું કોંગ્રેસ અને ભાજપ બંને માટે જરૂરી બની ગયું છે. તેમાં કોઈ બેમત નથી કે, બંને પક્ષોએ પ્રચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ત્યારે હવે કુંવરજી બાવળીયાની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમં કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયો છે કે, કુંવરજી મતદારોને ધમકાવી રહ્યા હતા. જોકે, ઝી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે જસદણની ચૂંટણી છે, બંને પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહી છે. ત્યારે કુંવરજી બાવળીયાના એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં તેઓ મતદારને ધમકાવી રહ્યા છે. ત્યારે ગરીબ મતદારોને ધમકાવી રહ્યા હોવાનો કોંગ્રેસ કુંવરજી બાવળીયા પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે જસદણના મોઢુકા ગામના તેના એક કાર્યકરને કુંવરજી બાવળિયાએ ધમકાવ્યો હતો. કોંગ્રેસ તરફથી આ ક્લિપ મીડિયાને મોકલવામાં આવી છે.


શું છે ઓડિયો ક્લિપમાં...
ઓડિયો ક્લિપમાં કુંવરજી કોઈ રાજુ નામના યુવક સાથે વાત કરી રહ્યાં છે. જેમાં તેઓ ફોન પર કહી રહ્યા છે કે, પછી દોરો લઈને સીવસો તો પણ....તને ખબર ન હોય તો પછી જડશે નહીં. ક્યાંક કંઈ ભેગું નહીં થાય. હું તારું નામ અને નંબર બંને લખી રાખું છું. કોઈના કહેવાથી કરીએ છીએને પછી ભેગું નહીં થાય.


કોંગ્રેસે શું આરોપ મૂક્યો
કોંગ્રેસના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, પેટા ચૂંટણીમાં હાર ભાળી ગયેલા ભાજપના ઉમેદવાર કુવરજી બાવળિયા દ્વારા કોળી સમાજના ગરીબ મતદારને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અભદ્ર ભાષામાં સાંભળી પણ ન શકાય તેવી ભાષાનો ઉપયોગ કરી મતદારને પોતાની તરફેણમાં લેવા દબાણ કરવામાં આવે છે. લોકશાહીનું આ અપમાન થઇ રહ્યું છે, ધમકીઓ આપવામાં આવી રહી છે. અમે આને કડક શબ્દોમાં વખોડીએ છીએ. આ લોકશાહીની રક્ષા માટેની ચૂંટણી છે. દાદાગીરી, અહંકાર અને અભિમાન જે ભાજપના ઉમેદવારને છે તેની સામે જસદણની જનતા વધુને વધુ મતદાન કરી જવાબ આપો. ચૂંટણી તંત્રને પણ અમે કહીએ છીએ કે આ ઓડિયો ક્લિપની તપાસ કરો.