જસદણ : જસદણની ચૂંટણીમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં હતો તેવો માહોલ જોવા મળ્યો છે. કોંગ્રેસ અને ભાજપ માટે આજની આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ જેવી બની ગઈ છે. ભાજપ જો આ ઈલેક્શન જીતી જશે તો તે 100 બેઠક જીત્યાનો જાદુઈ આંકડો મેળવી શકશે. તો બીજી તરફ, કોંગ્રેસ માટે કુંવરજીના પક્ષપલટા બાદ આ સીટ જીતવી બહુ જ મહત્વની બની ગઈ છે. ત્યારે જસદણના બંને ઉમેદવારો પણ સવારથી જ એક તરફ ઉત્સાહ, તો બીજી તરફ મૂંઝવણમાં જોવા મળ્યા હતા. બંને પૂજાપાઠ કરીને મતદાન કરવા નીકળ્યા હતા. આઠ વાગ્યે મતદાન શરૂ થયા બાદ લગભગ અડધા કલાકમાં જ કુંવરજી અને અવસર નાકિયાએ મતદાન કર્યું હતું. જસદણનો જંગ ખરાખરીનો જંગ છે ત્યારે ભાજપ-કોગ્રેસના બંને ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા હતો. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ વીંછિયાના મતદાન મથકે મતદાન કર્યુ હતુ. તો કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ હાંસલપુરના મતદાન મથક પર મતદાન કર્યુ હતું. LIVE TV


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"195646","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-20-09h55m02.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-20-09h55m02.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"vlcsnap-2018-12-20-09h55m02.jpg","field_file_image_title_text[und][0][value]":"vlcsnap-2018-12-20-09h55m02.jpg"}},"link_text":false,"attributes":{"alt":"vlcsnap-2018-12-20-09h55m02.jpg","title":"vlcsnap-2018-12-20-09h55m02.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


કુંવરજીએ પૂજા કરી
આજે કુંવરજી માટે આ જીત બહુ જ મહત્વની સાબિત થવાની છે. તેમણે આ વર્ષે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો હતો. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ તરફથી લડતા હતા, અને જીતતા હતા. ત્યારે પક્ષપલટા બાદ જસદણની જનતા તેમને સાથ આપે છે કે, નહિ તે તેમના માટે મહત્વનું છે. ત્યારે તેમણે મતદાન શરૂ થતા પહેલા ઘરે પૂજાપાઠ કર્યો હતો.  જસદણ બેઠકમા જીતનો રેકોર્ડ 21000 છે. આજે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતનો દાવો કર્યો છે. આજે વહેલી સવારે ઉઠીને તેમણે ઘરમાં પૂજા કરીને દિવસની શરૂઆત કરી હતી. તેઓ આજે પોતાની કુળદેવીના દર્શન કર્યા બાદ મતદાન કરવા નીકળ્યા હતા. તેમણે મતદાન પહેલા પોતાના 101 વર્ષના માતાના પણ આર્શીવાદ લીધા હતા. મતદાન આપતા સમયે તેમના અનેક સમર્થકો તેમની સાથે આવ્યા હતા.


[[{"fid":"195647","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan1.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan1.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Jasdan1.jpg","field_file_image_title_text[und][0][value]":"Jasdan1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Jasdan1.jpg","title":"Jasdan1.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


નાકિયાએ ચલાવ્યો છકડો
તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ પણ અડધા કલાકમાં જ મતદાન કર્યું હતું. તેઓ જાતે છકડો ચલાવી મતદાન માટે નીકળ્યા હતા. જેને કારણે જસદણની ગલીઓમાં ભારે કુતૂહલ સર્જાયુ હતું. અવસર નાકિયા પોતાના વતન હાંસલપુરમાં મતદાન કર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો છકડામાં બેસીને આવ્યા હતા. 


જસદણ પેટા ચૂંટણી LIVE : મતદાન માટે ભારે ઉત્સાહ, કુંવરજી બાવળીયા, અવસર નાકિયાએ કર્યું મતદાન


ઉલ્લેખનીય છે કે, જસદણની પેટાચૂંટણીમાં વહેલી સવારથી જ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન આપવા માટે લોકોની લાઈન લાગી હતી, જે જસદણના મતદારોનો મિજાજ કેવો છે તે સૂચવે છે.