કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, રાપરથી 19 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો છે. આજે બપોરે 07.50 કલાકે રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે.
ઝી ન્યૂઝ/કચ્છ: ફરી એક વાર આજે સવારે ધરા ધ્રુજી છે. કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની રાપરની આસપાસના વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયો છે. આજે બપોરે 07.50 કલાકે રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે.
તમને જણાવી દઈએ કે, કચ્છમાં હવે ભૂકંપ આવવો સામાન્ય બની ગયો છે. અઠવાડિયા અગાઉ પણ કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરે 12:50 કલાકે રિક્ટર સ્કેલ પર તેની પણ તીવ્રતા 3.4ની નોંધવામાં આવી હતી. તે ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિલોમીટર દૂર હતું.
જાણો ભૂકંપ કેવી રીતે આવે છે?
પૃથ્વીની અંદર સાત પ્લેટ હોય છે કે જે સતત ફરતી રહે છે. જો આ પ્લેટો અચાનક જ અથડાય તો તુરંત ભૂકંપ આવે છે. તેને એવી રીતે સમજીએ કે, પ્લેટો અંદરોઅંદર અથડાય છે ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. ત્યારબાદ સપાટીના ખૂણાઓ વળી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાના કારણે અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે જેના કારણે ધરતી ધ્રુજે છે કે જેને ‘ભૂકંપ’ કહેવાય છે.
મહત્વનું છે કે, ગુજરાત અને ગુજરાતમાં ખાસ કરીને કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં છે. પૃથ્વી કરોડો વર્ષોથી એક સપાટ મેદાન પર બની નથી પણ ધરતીના વિશાળકાય પ્લેટ જોડાઈને બની છે. હિમાલીયન કોલાઈઝન ઝોનમાં આવેલ ગુજરાતમાં ભૂકંપનું કારણ ભારતીય પ્લેટ ઉત્તર તરફ ખસે છે, જ્યાં યુરેશિયન પ્લેટ સાથે અથડામણ થતા મોટા ભૂકંપ આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube