ભૂજ : પોલીસે આપેલી પ્રાથમિક વિગતો મુજબ હતભાગી રીનાબા નારૂભા રાઠોડને તેના ભાઈ પ્રેમસંગ નારૂભા રાઠોડે છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટના બાદ તુરંત જ આસપાસના કોઈ સ્થાનિક રહેવાસીએ પોતાના મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. જે વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona: ગુજરાતીઓ માટે ફરી વધ્યો ખતરો, 1000 એ પહોંચવા આવ્યો કોરોનાનો આંકડો


વાયરલ થયેલા વીડિયોમાં આરોપી છરી સાથે જોવા મળે છે. ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. તો આરોપી પ્રેમસંગ રાઠોડ વીડિયોમાં એવું બોલતો સંભળાયો હતો કે, આ મારી બહેન થાય અને મેં જ તેને પતાવી નાખી છે. તેણે ગલત સબંધ રાખ્યો એટલે મેં તેને મારી નાખી છે. તેવું કહેતો સાંભળવા મળે છે.


રાજ્યમાં વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં જ્યાં ઘર હશે, ત્યાં નળ હશે: સરકારની મહત્વની જાહેરાત


વીડિયો ઉતારનાર જાગૃત નાગરિકે આરોપીને કંઈક સમજાવે છે. ત્યારે વધુમાં આરોપીએ એમ પણ કહ્યું હતું કે, હું કાંઈ જ નથી જવાનો અહીં જ ઉભો છું. આ સમગ્ર ઘટના જાણ મુંદરા પોલીસને થતાં મુંદરા પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આરોપીને ઘટના સ્થળેથી રાઉન્ડઅપ કરીને હતભાગી યુવતીના મૃતદેહને પોલીસે પીએમ માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. તેમજ ઘટના સ્થળે પંચનામું કરવા સહિત વિધિવત ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube