Gujarat Elections 2022 રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ચૂંટણી પૂર્વે અબડાસામાં ભાજપે મોટો ખેલ પાડયો છે. એક તરફ ભાજપ એમ કહે છે કે, ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ નથી, અને તેમની સરખામણી આપ સાથે નથી. ત્યારે બીજી તરફ, ભાજપે આપના ઉમેદવારનો તોડ પાડ્યો છે. અબડાસામાં આપના ઉમેદવાર વસંત ખેતાણી ભાજપમાં જોડાયા છે. વસંત ખેતાણી અચાનક સંપર્ક વિહોણા થયા હતા, અને થોડીવાર બાદ ભાજપના ખેમામાં દેખાયા હતા. ત્યારે હવે આપને અબડાસામા મોટો ફટકો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપનાં ઉમેદવાર વસંત ખેતાણી ગઈકાલ સાંજથી સંપર્કવિહોણા થયા હતા. તેમણે પોતાનો મોબાઈલ બંધ કર્યો હતો. આમ, શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં અબડાસાના વસંત ખેતાણીએ ચર્ચાનો માહોલ ગરમ કર્યો હતો. ત્યારે સંપર્કવિહોણા થયેલા આપનાં ઉમેદવાર ભાજપની તરફેણમાં ટેકાની જાહેરાત કરશે તેવા મેસેજ વાયરલ થયા હતા. ત્યારે ભાજપ કચ્છ AAP માં ભંગાણ સર્જાવા સફળ રહ્યુ હતું. અબડાસાના AAP ના ઉમેદવાર વસંત ખેતાણી ભાજપમાં જોડાયા હતા તેવી આખરે જાહેરાત કરાઈ હતી.



વસંત ખેતાણીએ વીડિયો વાયરલ કરી પોતે ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. તેમના ભાજપમાં જોડાવવાના મેસેજ વાયરલ થયા હતા. ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ નખત્રાણામાં હાજર રહ્યા હતા. અબડાસા ભાજપના ઉમેદવાર પીએમ જાડેજાના પુત્ર સહિતની પણ મીટિંગ થઈ હતી.  


ગુજરાતમાં મતદાન પ્રારંભને હવે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે. બે દિવસ બાદ રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણની 89 બેઠકો પર મતદાન થશે. મતદારોને રીઝવવા તમામ રાજકીય પક્ષો મેદાને છે. આવતી કાલ સુધી ઉમેદવારો પ્રચાર કરી શકશે. તેના બાદ પ્રચારના પડધમ શાંત થઈ જશે.