Gujarat Vidhansabha હિતલ પારેખ/ગાંધીનગર : વ્યક્તિ ઈચ્છે તો શું ન કરી શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા બન્યા છે. ગુજરાત વિધાનસભા હવે પેપરલેસ વિધાનસભા બની છે, હવેથી તેમાં કોઈ કામ કાગળ પર નહિ થાય. ટેબલેટ પર ધારાસભ્યો પોતાની વાત રજૂ કરી શકશે. ત્યારે પેપરલેસ વિધાનસભા બનતા ગુજરાતના એક ધારાસભ્ય મૂંઝવણમાં મૂકાયા હતા. પોતે ઓછું ભણેલા હોવાથી આ ટેકનોલોજી તેમના માટે કામની ન રહી, પરંતુ હવે તેમને તેનો તોડ શોધી કાઢ્યો છે. ટેબલેટ પર ચિત્રો રજૂ કરીને તેઓ પોતાની વાત રજૂ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભાને ઈ વિધાનસભા બનાવવામાં આવી છે. ગુજરાત વિધાનસભા પેપરલેસ બનતા કચ્છના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ પણ મૂંઝવણમાં મુકાયા હતા. પરંતું પોતે ઓછુ ભણેલા હોવાથી કાયમ વિધાનસભામાં ચિત્રોના આધારે પોતાની વાત રજૂ કરે છે. જોકે હવે પેપરલેસ થતાં તેઓની મૂંઝવણ વધી હતી, પણ ઓછું ભણેલા ધારાસભ્યએ ટેકનોલોજીનો અનોખો રીતે ઉપયોગ કર્યો. ટેબલેટની ટેકનોલોજીનો ઉપયોગ તેઓએ ચિત્રો દોરીને કર્યો. પોતાના મતવિસ્તારના પ્રશ્નો હવે ટેબલેટમાં ચિત્ર દોરીને પોતાની વાત કરે છે.


ગજબ થઈ ગયું, ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરમાં ચોરી, પત્નીને બંધક બનાવી લૂંટ કરાઈ


ગઈકાલે જ વિધાનસભામાં પ્રાકૃતિક ખેતી સંદર્ભે તેઓએ પોતાની વાત ચિત્રોના આધારે કરી હતી. આ વિશે તેઓ કહે છે કે, વિધાનસભા હવે ચાર દિવસ છે. તેના પછી નહિ હોય. મને મારા વિસ્તારના ખેડૂતોની સમસ્યા રજૂ કરવાની હતી. પ્રાકૃતિક ખેતીનો વિષય રજૂ કરવાનો હતો, તેથી મેં તેને લગતા ચિત્રો ટેબલેટ પર દોર્યા હતા. ખેડૂતોની લાઈટનો પ્રશ્નો હોય તો હું થાંભલા દોરું છું. 


 


ગુજરાતના ફેમસ હીલ સ્ટેશનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા, વેચાતું હતું આવું ગંદુ ફૂડ


ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વાત વિધાનસભામાં મૂકાઈ ત્યારે પ્રધ્યુમનસિંહના મનમાં પણ મોટી મૂંઝવણ હતી. પરંતું તેઓએ સરળ રસ્તો શોધી કાઢ્યો. ભગવાને તેમને ચિત્રો દોરવાની જે કુદરતી કલા આપી છે તેનો ઉપયોગ કરીને તેઓ પોતાની વાત ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરે છે. કોઈ પણ સમસ્યા આવી હોય તો તેનું સોલ્યુશન પણ મળી જ જાય છે. 


રાજકોટમાં BRTS બસના ભાડામાં આજથી તોતિંગ વધારો, કેટલાક રુટ પર રીક્ષા કરતા પણ વધુ ભાડુ