• કચ્છ અને પંચમહાલના કલેક્ટરોને તેમના મૂળ જગ્યાએ ફરી બદલીના ઓર્ડર કરાયા

  • બે દિવસ પહેલા કે.રાજેશને ગૃહ વિભાગમાંથી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમા મૂકાયા


રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :તાજેતરમાં જ ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. કોરોનાકાળમાં આ સૌથી મોટો ટ્રાન્સફર ઓર્ડર હતો. પરંતુ આ બદલીમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. કચ્છ અને પંચમહાલના કલેક્ટરની અદલાબદલી કરવામાં આવી છે. બે દિવસ પહેલા ગૃહ વિભાગમાંથી છૂટેલા આદેશ મુજબ, બંને કલેક્ટરોને ફરીથી જૂના જિલ્લા સોંપવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : અમદાવાદમાં હિટ એન્ડ રન : ઝૂપડામાં સૂઈ રહેલા શ્રમજીવી પરિવાર પર કાર ફરી વળી, એકનું મોત


કચ્છ અને પંચમહાલ જિલ્લાના કલેક્ટરોની ફરી બદલી 
તાજેતરમાં જ ગુજરાતમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓના બદલીના આદેશ કરાયા હતા. 77 આઈએએસ ઓફિસર બદલાયા હતા. ત્યારે આઈએએસ અધિકારીઓની બદલી બાદ ફીએકવાર ફેરબદલ કરવામાં આવ્યો છે. કચ્છ અને પંચમહાલના કલેક્ટરોને તેમના મૂળ જગ્યાએ ફરી બદલીના ઓર્ડર કરાયા છે. કચ્છ અને પંચમહાલ કલેક્ટર બદલાયા છે. પહેલા કચ્છ કલેક્ટર પ્રવિણા ડીકેને પંચમહાલ બદલીનો ઓર્ડર કરાયો હતો. જેમને હાલ ફરી કચ્છ મૂકાયા છે. તો પંચમહાલ કલેક્ટર સુજલ મ્યાત્રાને કચ્છ મૂકાયા હતા, જેમને ફરી પંચમહાલમાં મૂકાયા છે. આમ, બંને કલેક્ટરોને તેમના મૂળ જિલ્લા પાછા અપાયા છે. 


આ પણ વાંચો : માલેતુજાર પરિવારના નબીરાઓને રોડ પર રેસ લગાવવાનું લાયસન્સ કોણે આપ્યું? હિટ એન્ડ રનના CCTV મળ્યા


8 દિવસમાં આદેશ બદલાયો 
આ ઉપરાંત બે દિવસ પહેલા કે.રાજેશને ગૃહ વિભાગમાંથી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગમા મૂકાયા હતા. ત્યારે સમગ્ર મામલે નિર્ણય લેનારાઓની અણઆવડત છતી થાય છે. માત્ર આઠ દિવસમાં આદેશ બદલાયો છે. ત્યારે હવે, હાલમાં જ ચાર્જ લેનારા આઈએએસ અધિકારીઓ ફરીથી તેમના મૂળ જગ્યાએ જશે. સુજલકુમાર મ્યાત્રા ફરી પંચમહાલ જશે, અને પ્રવિણા ડીકે ફરી કચ્છમાં કલેક્ટરનો ચાર્જ લેશે.