ભૂજમાં સોનાનો સૂરજ ઉગ્યો : હીરસમાન હમીરસર છલકાતા આખું ભૂજ ઉમટ્યું, જાણો કેમ કરાય છે તળાવના વધામણા
Kutch News : હમીસર તળાવ ક્યારે છલકાય તેની રાહ છેલ્લાં થોડાંક દિવસોથી જોવાતી હતી. ત્યારે ગઈકાલે સવારના 11:30 વાગ્યાની આસપાસ તળાવ છલકાવા લાગ્યું હતું અને લોકો તળાવ જોવા મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા
Bhuj Hamirsar Lake રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ એટલે શહેરનું સૌદર્ય અને કચ્છીઓની લાગણીનું પ્રતિક. સતત બીજા વર્ષે ધોધમાર વરસાદને પગલે તળાવ છલકાઈ ગયું છે. ભુજમાં વરસેલા ચાલુ સિઝનના 25 ઇંચ જેટલા વરસાદે ભુજનું હૃદય છલકાવ્યું છે. ત્યારે આજે ભુજના નગરપતિ ઘનશ્યામ ઠકકર દ્વારા શોભાયાત્રા યોજીને પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધીથી તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા
જાણો તળાવ વધાવવાનો શું છે ઇતિહાસ
ઇતિહાસકાર નરેશ અંતાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "રાજાશાહી સમયનું અને 450 વર્ષ જૂનું હમીરસર તળાવ છલકાય ત્યારે રાજા દ્વારા તળાવને વધાવવામાં આવતું.ત્યાર બાદ આઝાદી પછી 1952માં ભુજ નગરપાલિકાની સ્થાપના થઇ અને વર્ષ 1953માં સૌપ્રથમ વખત હમિરસર તળાવ ઓગનવાની શરૂઆત થઈ અને ત્યારે પ્રથમ વખત ભુજના નગરપતિ કુન્દનલાલ ધોળકિયાએ પ્રથમ વખત વધાવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 27મી વખત હમિરસર તળાવ ઓગન્યું છે.જે હાલના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા વધાવવામાં આવ્યું હતું. ભુજમાં અત્યાર સુધી 45 નગરપતિ બન્યા છે. તો આ ઉપરાંત નગરજનોને મેઘલાડુંનું જમણવાર પણ નગરપાલિકા દ્વારા કરાવવામાં આવે છે."
ગીરના સાવજનો બદલો : મને છંછેડશો તો હું પણ તમને નહિ છોડું, બોટાદમાં સિંહનો હુમલો
ભુજ નગરપાલિકાથી પાળેશ્વર ચોકથી પાવડી સુધી શોભાયાત્રા
કચ્છમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભુજ શહેરના મુખ્ય તળાવના પાણીની આવકના મોટા બંધમાં જોશભેર પાણી શરૂ થયા હતા અને જેને પગલે સમગ્ર શહેરમાં હર્ષની લાગણી ફરી વળી હતી. તેમ જ લોકો તળાવ કિનારે પહોંચ્યા હતા. તો આજે ભુજ નગરપાલિકાથી પાળેશ્વર ચોકથી પાવડી સુધી વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળીને તળાવના વધામણાં કરવામાં આવ્યા હતા
‘મને છોડી દો’ દીકરી ઊંઘમાં બૂમો પાડતી, હકીકત જાણી માતાપિતાના પગ તળેથી જમીન સરકી
શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા
હમીસર તળાવ ક્યારે છલકાય તેની રાહ છેલ્લાં થોડાંક દિવસોથી જોવાતી હતી. ત્યારે ગઈકાલે સવારના 11:30 વાગ્યાની આસપાસ તળાવ છલકાવા લાગ્યું હતું અને લોકો તળાવ જોવા મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. તો સવારે કચ્છ રાજવી પરિવારના કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવના નવા નીરને વિધી સાથે વધાવવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા શ્રીફળ સહિતની સામગ્રી તળાવમાં પધરાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડયા હતા અને વધામણાં સમયની ક્ષણનો આનંદ લીધો હતો.
પત્નીએ બીજા લગ્ન કરતા પતિથી સહન ન થયું, સનકી પતિએ એક સાથે ત્રણ જિંદગી બરબાદ કરી
1970થી હમીરસર તળાવ છલકાય તેના બીજા દિવસે હોય છે જાહેર રજા
ઉલ્લેખનીય છે કે, સંભવિત્ રાજ્યમાં એક માત્ર શહેર ભુજમાં જ કોઈ તળાવ છલકાઈ જાય તો તેની સરકારી જાહેર રજા જાહેર કરવામાં આવે છે. આ પરંપરા 1970થી ચાલી આવે છે.આજે કચ્છ કલેકટરે આ પરંપરાને જાળવી ૨ાખી તળાવ છલકાઈ જતાં ભુજમાં આવેલી રાજ્ય સ૨કા૨ની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં, શાળા કોલેજોમાં જાહેર રજા જાહેર કરી હતી. અત્યાર સુધીમાં 27મી વખત હમીરસર છલ્લોછલ ભરાયું છે.
Gujarat CM : દેશમા આ યોજના લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય, પરિવારને મળશે 10 લાખ
આ વર્ષે બમણાં મેઘલાડુંનું આયોજન
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે," આશાપુરા માં ના અને વડીલોના આશીર્વાદથી આજે બીજી વખત પ્રમુખ તરીકે આ તળાવ વધાવવાની તક મળી છે.વર્ષ 1996માં મારા પિતાજી ભુજ નગરપાલિકાના પ્રમુખ હતા પરંતુ તેમને હમીરસર તળાવ વધાવવા માટેની તક મળી ન હતી. પણ કુદરત અને માં આશાપુરાના આશીર્વાદથી આ તળાવ બીજી વખત વધાવ્યું છે.શહેરીજનોનો પણ આભાર માન્યો હતો અને ગત વર્ષે મેઘલાડું રહી ગયા હતા પરંતુ આ વર્ષે બમણાં મેઘલાડું નગરજનોને માણવા મળશે તેવી ખાતરી આપું છું."
કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે