Kutch ભાજપનો યુવા નેતા પૂર્વ ધારાસભ્યની ભત્રીજી સાથે ઝડપાતા મળ્યો મેથીપાક
ભૂતકાળમાં ભુજના લોરીયા નજીક દારૂ પ્રકરણમાં મેથીપાક ખાઈ ચૂકેલા કચ્છ ભાજપ (Kutch BJP) નાં આ નેતાને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિકરાઓ સાથે ભાઈબંધી હતી.
રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપનાં એક યુવા નેતાને માર પડ્યો હોવાની એક ઘટના બહાર આવી છે. સપ્તાહ પહેલાની આ ઘટનામાં કચ્છ (Kutch) ભાજપ (BJP) ના એક નેતાને એક યુવતીના પરિવારે ફટકાર્યો હતો. ભુજ (Bhuj) ની ભાગોળે રંગે હાથ ઝડપાઇ ગયેલા આ રંગીન સ્વભાવનાં આ સ્થાનિક નેતાએ બીજે ક્યાંય નહીં પરંતુ જેમની સાથે પરિવાર જેવો નાતો હતો તેવા ભાજપના જ એક પૂર્વ ધારાસભ્ય (MLA) ની ભત્રીજીના સાથે સંબંધ હતો.
આ વાતની ખબર પડતાં જ પૂર્વ ધારાસભ્યના (MLA) પુત્રો તેમજ તેના કાકાના પરિવારજનોએ ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ રહેલા આ નેતાને ફટકાર્યો હતો. વર્ષોથી ભાજપ (BJP) માં રહેલા પૂર્વ ધારાસભ્યના પરિવારે આ અંગે ભાજપનાં મોવડી મંડળને પણ જાણ કરેલી છે. પરંતુ ગુજરાત સરકારમાં તેની જ્ઞાતિનાં જ એક મંત્રીનો ખાસ હોવાને કારણે તેની સામે પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કના પદ માટે આજે યોજાશે પરીક્ષા
ભૂતકાળમાં ભુજના લોરીયા નજીક દારૂ પ્રકરણમાં મેથીપાક ખાઈ ચૂકેલા કચ્છ ભાજપ (Kutch BJP) નાં આ નેતાને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિકરાઓ સાથે ભાઈબંધી હતી. જેને કારણે બંને પરિવાર વચ્ચે ઘર જેવા સંબંધો પાંગર્યા હતા. સંબંધોની આડમાં મોજીલા આ નેતાએ પોતાના જ મિત્રની કઝીન ઉપર નજર બગાડી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
શરૂઆતમાં તો ફેમિલી રિલેશનને કારણે બહુ શંકા ન ગઈ હતી પરંતુ અવાર નવાર કચ્છ ભાજપ (Kutch BJP) ના આ નેતાની કાર તેમજ ધારાસભ્યની ભત્રીજીનું વાહન એક જગ્યાએ જોવા મળતા પૂર્વ MLAના પરિવારને શંકા ગઈ હતી અને તેમની ઉપર વૉચ રાખવામાં આવી હતી.
Gujarat: પતિના સ્પર્મથી પત્નીને કૃત્રિમ ગર્ભ ધારણ કરવાની હાઇકોર્ટે આપી મંજૂરી
દરમિયાન ભુજ (Bhuj) નાં મુન્દ્રા રિ-લોકેશન રોડ ઉપર એક બંગલામાં બંને હાજર હોવાની બાતમી મળતા યુવતીનો પરિવાર ત્યાં પહોંચી ગયો હતો અને રંગીન મિજાજી આ નેતાને ફટકાર્યો હતો. ત્યારબાદ આ અંગે ભાજપના ઉચ્ચ નેતાઓને આ છેલબટાઉ નેતા અંગે જાણ કરવામાં આવી હતી. પરંતુ સપ્તાહ પછી પણ પક્ષ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે મામલો માધ્યમો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. જાગૃત લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
સત્તા અને પૈસાના જોરે દબાતા આવા કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે! બે નંબરી આવક ની રેલમછેલમાં ક્યાંક કોઈ ની આબરૂ ના ધજાગરા કરીને પાપમાં ધકેલાતી આવી જિંદગીઓ સાથે ની ખિલવાડ ક્યારે અટકશે?
ભદ્ર સમાજની યુવતીની આબરૂ અને ઇજ્જતને કારણે આ ધટના સબંધે પોલીસ સુધી મામલો પહોંચ્યો ન હતો પરંતુ બનાવે નલિયા કાંડની યાદ તાજી કરી દીધી છે. કચ્છના રાજકારણને શર્મશાર કરતા આ કિસ્સાએ કચ્છના રાજકારણમાં ચર્ચાના વમળ જગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube