• આગની જ્વાળાઓ દરિયામાં દૂર સુધી જોવા મળી હતી. સમગ્ર આકાશ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું

  • સ્થાનિક માછીમારી કરતી બોટે તમામ ક્રુ મેમ્બર્સને બચાવી લીધા હતા


રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. ગુજરાતનું કાર્ગો જહાજ દૂબઈથી સામાન ભરીને સુદાન જઈ રહ્યું હતું. ત્યારે વચ્ચે ઓમાનના મોશિર પાસેના દરિયાના જહાજમાં કન્ટેન્રરમાં અચાનક આગ લાગી હતી. આગના લપેટમાં આવેલું આખુ જહાજ આગમાં સ્વાહા થયું હતું. આગની ઘટનામાં 8 ક્રુ મેમ્બર્સને બચાવી લેવાયા છે. પોતાનો જીવ બચાવવા તમામ ક્રુ મેમ્બર્સ સમુદ્રમાં કૂદી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો 


પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ આદમ સિધિક થૈમ (ભોલુ શેઠ) નું માલિકીનું આ જહાજ હતું. જે 31 ડિસેમ્બરના રોજ દૂબઈ પોર્ટ પરથી જનરલ કાર્ગો ભરીને સુદાન જવા નીકળ્યું હતું. એમએનવી 2105 નામનું જહાજ દૂબઈથી નીકળ્યું હતું. તેના બાદ મશીશ પાસે પહોંચ્યું હતું. અહી કન્ટેનરમાં રખાયેલા સામાનમાં ક્યાંક આગ લાગી હતી, અને આગે જોતજોતામાં મોટુ સ્વરૂપ લઈ લીધું હતું. પવનને કારણે આગ ફેલાતા તમામ 8 ક્રુ મેમ્બર્સ જીવ બચાવવા સમુદ્રમાં કૂદી પડ્યા હતા. જોકે, સ્થાનિક માછીમારી કરતી બોટે તમામ ક્રુ મેમ્બર્સને બચાવી લીધા હતા. હાલ તમામને ઓમાનના જીપ્સ પોર્ટ ખાતે મરીન પોલીસે આશ્રય આપ્યો છે. જોતજોતામાં આખુ જહાજ આગમાં સ્વાહા થઇ ગયુ ગયું. આગની જ્વાળાઓ દરિયામાં દૂર સુધી જોવા મળી હતી. સમગ્ર આકાશ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. 


આ પણ વાંચો : બપોરે ભરતસિંહ સોલંકી અમેરિકાથી આવશે, ત્યાર બાદ સાંજે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરાશે 


8 ક્રુ મેમ્બર્સને બચાવી લેવાયા 
જહાજમાં સવાર કેપ્ટન કરીમ નુરમામદ ડોસાણી, મોહશીન આદમ જાફરાણી, ચવાણ અબ્દુલ સુલેમાન શુભણીયા, સીધીક મામદ, ગોહીલ જાવેદ હુશેન, મામદ ઓસમાણ, સકીલ અબ્બાસ ભટ્ટી, અનવર અલીમામદ જુણેજા (રહે. તમામ) માંડવી સલાયાના ક્રુમેમ્બરોનો આબાદ બચાવ થયો હતો. તમામ ક્રુ મેમ્બર્સ સમયસર કૂદી પડતા કોઈ જાનહાનિ થઈ નથી.