રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છમાં બકરી ઈદ (bakri eid) ના દિવસે ઊંટના બલીનો ચકચાર કિસ્સો સામે આવ્યો છે. અબડાસાના થુમડી ગામે જાહેરમાં બે ઉંટનો વધ (camel killing) કરાયો હતો. બકરી ઈદના સવારે બનેલી ઘટના મામલે આઠ લોકો સામે ફોજદારી દાખલ કરાઈ છે. ઘટના સ્થળે પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસને ઊંટના માંસ મળ્યા 


પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છના અબડાસાના થુમડી ગામે બે ઊંટની કુરબાની આપવામાં આવી હતી. આ ઘટના સામે આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ પણ દોડતી થઈ હતી. ત્યારે પોલીસને ઘટના સ્થળે ઊંટના અવશેષો અને માંસ મળી આવ્યા હતા. આ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે.


ઊંટની કતલ કરનારા 8ની અટકાયત કરાઈ 


બકરી ઈદના બપોરના સમયે ઊંટની કતલ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી થુમડી ગામના જાફર આમદ સુમરા, હાજી હુશેન આધમ સુમરા, હાજી હસણ ઇસ્માઇલ સમા રહે વાગોઠ, આમદ કાસમ હાલેપોત્રા, હનીફ જાકબ સુમરા રહે નાની બેર, વોગોઠના નાથા મામદ અબડા, અલી હુશેન ખલીફા, અને મોટી ચરોપડીના કાદર અલી ગજણ સહિત આઠ શખ્સોની અટકાયત કરી છે.