રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા બાળક પ્રેરકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાયો છે. પ્રેરક હવે અમેરિકા પહોંચશે. આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે બાળકને અમેરિકાના દંપતિને દત્તક આપવા માટેનો એડોપ્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત લોકો ભાવુક બની ગયા હતા. આ કાર્યક્રમમાં કચ્છ કલેકટર અમિત અરોરા સહિત અધિકારીઓ ઉપસ્થિતરહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલો બાળક પ્રેરકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાતા તે હવે અમેરિકા પહોંચશે. બે વર્ષ પહેલા જન્મતાની સાથે જ તેના માતા પિતાએ નવજાત બાળક પ્રેરકને હૃદયમાં કાણું અને હર્નિયાની બીમારી હોવાથી તેના માતાપિતાએ પ્રેરકના ભવિષ્ય અંગે વિચાર કર્યા વિના ત્યજી દીધું હતું. એક દિવસના બાળકને ભુજના મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સરેન્ડર કરતાં કેન્દ્ર દ્વારા બાળકને 12 દિવસ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ ખાતે હૃદયના કાણાની સારવાર કરવામાં આવી હતી.


પ્રેરકને મૂળ ભારતના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્ચા અને તેમના પત્ની અમેરિકાની યુનિવર્સિટીમાં રેસીડેન્ટ તબીબ સિંધુ લક્કુર દત્તક લીધો છે. ત્યજાયેલા પ્રેરકનું આજે નસીબ ખીલ્યું છે અને તેનો ઉછેર હવે અમેરિકામાં થશે. અમેરિકાનું દંપતી આજે ભુજ પહોંચ્યું હતું, અને આ દંપિત દ્વારા પ્રેરકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આજે બાળકનો કબ્જો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું હતું અને સાથે સાથે પ્રેરકનું birth certificate, passport અને જરૂરી documents પણ તેના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા.


કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે પ્રેરકને સોંપવામાં આવ્યો હતો. તો કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક બાજુ પ્રેરકને માતાપિતા મળવાની ખુશી તો એક બાજુ બે વર્ષ બાદ હવે તેના જવાના ગમની લાગણી ફેલાઇ હતી.


તો આ અંગે આ દમપ્તી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્ચા અને તેમના પત્ની અમેરિકાની યુનિવર્સિટીમાં રેસીડેન્ટ તબીબ સિંધુ લક્કુર પણ ભાવ વિભોર થઇ ને મા -બાપની અંતરની ઈચ્છાઓ અંગે વાત કરી હતી.