હિતલ પારેખ/ગાંધીનગર :કચ્છ (kutch) ની ધરા ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધણધણી ઉઠી છે. કચ્છના ધોળાવીરા વિસ્તારમાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો (earthquake) અનુભવાયો છે. બપોરે 12.08 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેથી સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હજી એક દિવસ પહેલા જ જામનગર શહેરમાં 4.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આટલી મોટી તીવ્રતાનો આંચકો હોઈ લોકો ડરી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગમે ત્યારે આવી શકે છે મોટો ભૂકંપ 
ઉલ્લેખનીય છે કે, ભૂકંપ કચ્છ (kutch) માં અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભૂકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે. 


આ પણ વાંચો : અરેરાટીભર્યું મોત : ડ્રગ્સ લેનાર યુવકના ગુપ્તાંગમાં ફેવિક્વિક કોણે લગાવી? દર્દથી કણસતી હાલમાં કચરા પેટીમાં ફેંકી દેવાયો 


લખપતથી લઇને ભચાઉ સુધીની 150 કિમીની ફોલ્ટ લાઈન 
નોંધનીય છે કે, કચ્છ યુનિવર્સિટી સંશોધકો અને ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ કચ્છ દ્વારા મેઇનલેઇન્ડ ફોલ્ડ લાઇન પર સંશોધન કરવામાં આવ્યું હતું. આ ફોલ્ટ લાઇન જમીનના પેટાળમાં લખપતથી લઇને ભચાઉ સુધી 150 કિલોમીટર જેટલી લાંબી લાઇન છે. ગત્ત મહિને અરેબિયન જર્નલ ઓફ ઓફ જિયો સાયન્સમાં આ અંગેનો અભ્યાસ લેખ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ફોલ્ટ લાઇનમાં ક્યારે ભૂકંપના આંચકા આવ્યા તે જાણવાનો પ્રયાસ કરાયો હતો.  જેમાં આ લાઇનમાં 5600 વર્ષથી છેલ્લે 1000 વર્ષ વચ્ચે ચાર મોટા ભૂકંપના આવ્યા હોવાનું તપાસ બાદ બહાર આવ્યું હતું. 


આ પણ વાંચો : રક્ષાબંધન નથી ઉજવતુ ગુજરાતનું આ ગામ, 28 દિવસ તળાવમાંથી જીવતા નીકળ્યા હતા 4 યુવકો