Kutch News કચ્છ : કોંગ્રેસના નેતાની શરમજનક હરકત સામે આવી છે. કંગના પર અભદ્ર ટિપ્પણી કરીને ચર્ચામાં આવનાર કચ્છના કોંગ્રેસી નેતાએ એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચીને તેમને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરની મહિલા કર્મચારીનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને વખોડી કાઢી છે. 
 
કચ્છમાં IBના મહિલા કર્મચારીના અપમાનનો આક્ષેપની ઘટના સામે આવી છે. કોંગ્રેસના અનેક નેતાની હાજરીમાં IB ના મહિલા કર્મચારીનું અપમાન કરાયું હતું. કચ્છ કિસાન કોંગ્રેસના આગેવાન એચ.એસ.આહીરે એક મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


શું પાવાગઢ ગુજરાતનો નવો જિલ્લો બનશે? બાવળિયા ભૂલભૂલમાં બોલ્યા કે આ કોઈ સંકેત છે


 


ગુજરાતી ફિલ્મના શુટિંગમાં થયો હતો ચમત્કાર! એક ચકલીને જોવા થિયેટર ખીચોખીચ ભરાઈ જતા


કંગના રનૌત પર કરી હતી ટિપ્પણી
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપે અભિનેત્રી કંગના રણૌતને ટિકિટ આપી હતી. કંગનાને ટિકિટ મળતાં જ વિવાદ થયો હતો. જેમાં કોંગ્રેસના બે નેતાઓએ કંગના વિરુદ્ધ આપત્તિજનક શબ્દોમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાંથી એક કચ્છના એચ.એસ.આહીર હતા. ભાજપે મંડીથી કંગના રણૌતને ટિકિટ આપી એટલે એચ.એસ.આહીરે અત્યંત અસભ્ય ભાષામાં સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી.