Kutch News કચ્છ : ચ્છના ભૂજના કંઢેરાઈ ગામ બોરવેલમાં પડી ગયેલા યુવતીને બહાર કાઢવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે. યુવતી બોરવેલમાં પડી તેને 24 કલાક કરતા વધુ સમય થયો છે. 500 ફૂટ કરતા વધુ ઊંડા ખાડામાં ફસાયેલી યુવતીને કાઢવા માટે સ્થાનિક તંત્ર ખડેપગે છે. NDRF, SDRF, સેના, ડિઝાસ્ટર, ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. મોડી રાત્રે યુવતીને બહાર કાઢવાના સઘન પ્રયાસો થયા હતા. તેને બહાર આવવાને માત્ર 60 ફૂટ બાકી હતી ત્યારે રેસ્ક્યૂ સાધનો છટકી જતા યુવતી ફરી બોરવેલમાં નીચે પડી હતી. જેથી હાલ પણ યુવતી બોરવેલમાં ફસાયેલી છે. તંત્ર સઘન મહેનત કરી રહ્યું છે, પરંતુ સ્થિતિને જોતા તેને બચાવવામાં વધુ મહેનત લાગી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં 22 વર્ષીય યુવતી પડી જવાનો મામલાને 30 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. રેસ્ક્યુ ટીમો સતત 24 કલાકથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. યુવતી હજી પણ 30 કલાકથી વધુ સમયથી બોરવેલમાં ફસાયેલી છે. તે 540 ફૂટ ઉંડા બોરવેડમાં ખાબકી હતી. જેના બાદ NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.


ગુજરાતના હવામાનમાં મોટી આફત આવશે, IMD નું મોટું એલર્ટ : ભારે વરસાદ સાથે કરા પડશે


ચાલુ રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે એક દિલધડક ઘટના બની હતી. મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, ત્યારે અચાનક રેસ્ક્યુ સાધનોમાં છટકી જતા યુવતી ફરી બોરવેલમાં નીચે પડી હતી. ત્યારે હવે લાગે છે કે, બોરવેલમાંથી યુવતીને કાઢવા માટે હજુય વધુ સમય લાગી શકે છે. 


ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ