ભારતમાં રહીને કોણે પાકિસ્તાન પર વરસાવ્યો પ્રેમ? કચ્છમાં લાગ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા
કચ્છ (kutch) માં પંચાયતની ચૂંટણીઓની મત ગણતરી માટે મતપેટીઓ ખૂલી હતી. પંચાયતના મહારથીઓનું ભાવિ આખરે ખૂલ્યુ હતું. મતગણતરી બાદ કોઈના પક્ષમાં હાર આવી તેમજ કોઈના પક્ષમાં જીત આવી. ત્યારે કચ્છની એક ગ્રામ પંચાયતમાં ચૂંટણી (gram panchayat election) ની વિજેતા રેલી દરમિયાન `પાકિસ્તાન જિંદાબાદ`ના નારા લાગ્યા હતા.
- કચ્છના અંજાર તાલુકામાં દેશવિરોધી નારાનો વીડિયો વાયરલ
- ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિણામ બાદ ગદ્દારોએ લગાવ્યા દેશ વિરોધી નારા
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :કચ્છ (kutch) માં પંચાયતની ચૂંટણીઓની મત ગણતરી માટે મતપેટીઓ ખૂલી હતી. પંચાયતના મહારથીઓનું ભાવિ આખરે ખૂલ્યુ હતું. મતગણતરી બાદ કોઈના પક્ષમાં હાર આવી તેમજ કોઈના પક્ષમાં જીત આવી. ત્યારે કચ્છની એક ગ્રામ પંચાયતમાં ચૂંટણી (gram panchayat election) ની વિજેતા રેલી દરમિયાન 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લાગ્યા હતા.
કચ્છના દુધઈ ગામનો એક કથિત વીડિયો જે રેલીમાં 'પાકિસ્તાન જિંદાબાદ' બોલતો વિડિયો (viral video) થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાકિસ્તાન જિંદાબાદ નારા લગાવતા વીડિયો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં ફરતો થયો છે. મળતી માહિતી અનુસાર સામે પક્ષ હારી જતા પાકિસ્તાનના નારા લગાવવામાં આવ્યા હતા.
જો આ વીડિયો સાચો છે તો આખરે કોણ છે આ દેશના દુશ્મનો જે ભારતમાં રહીને દુશ્મન દેશના જિંદાબાદના નારા લગાવી રહ્યા છે. કચ્છ અને પાકિસ્તાન સરહદી વિસ્તારથી જોડાયેલો હોય છે, જેથી બંનેને તાર એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ આખરે જાહેરમાં આવુ કહેવાની હિંમત ક્યાંથી આવી. ચૂંટણી હારે કે જીતો, તો તેમાં પાકિસ્તાન જિંદાબાદના નારા કેમ, આખરે ભારતમાં રહીને પાકિસ્તાન પર કોણ પ્રેમ વરસાવી રહ્યું છે?