રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :પ્રણાલીગત રીતે દુષ્કાળીયા ગણાતા રણપ્રદેશ કચ્છ (Kutch)માં એક સમયે વિવિધ પ્રકારના પક્ષીઓ, પાણીના ઝરણાં, માછલીઓ હતી. પણ જિરાફ, હાથીના ઝુંડ, વિશાળકાય મગરમચ્છ અને હિપોપોટેમસ જેવાં પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચ (Research) માં સામે આવ્યું છે. રાપર તાલુકાના પલાંસવામાં મળી આવેલા જીવાશ્મિ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. ગરમ અને સૂકી આબોહવાવાળો રણપ્રદેશ કચ્છ એક સમયે ભેજવાળી આબોહવા ધરાવતો એક વિસ્તાર હતો. તેમાં ગાઢ જંગલો (Forest) આવેલા હતા. જેમાં જિરાફ, હાથી અને ગેંડા જેવા પ્રાણીઓ વિચરતા હોવાનું એક રિસર્ચમાં જાણવા મળ્યું છે. 


ગુજરાતની ખાલી પડેલી 7 બેઠકોની પેટા ચૂંટણીની આજે થઈ શકે છે જાહેરાત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 મિલિયન વર્ષો પહેલાં એટલે કે માયોસેન યુગ તરીકે ઓળખાતા ભૌગોલિક સમયગાળા દરમ્યાન કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ સાવ અલગ હતી. કચ્છમાં હિપોપોટેમસ અને જિરાફ સહિતના પ્રાણીઓ મોટી સંખ્યામાં હતા. કચ્છમાં અત્યાર સુધીમાં મળી આવેલા મોટાભાગના જીવાષ્મીઓ દરિયાઈ છે. કારણ કે, કચ્છ સમુદ્રને અડીને આવેલો જિલ્લો છે. આ સંશોધનમાંથી એ પણ જાણવા મળ્યું છે કે, સસ્તન વર્ગના પ્રાણીઓ કેવી રીતે આફ્રિકા ખંડથી છેક ભારતીય ઉપખંડ સુધી વિસ્તર્યા હતા. એ વાત આશ્ચર્યજનક અને રોમાંચકારી છે કે, કચ્છમાં પણ આફ્રિકા ખંડની જેમ જિરાફ, હિપોપોટેમસ, હાથી અને મહાકાય મગરમચ્છની હાજરી પણ હતી. કચ્છના રાપર પલાંસવા નજીક રિસર્ચ દરમિયાન મળેલી સાઈટ પરથી વિવિધ અવશેષો મળ્યા છે તેવું કચ્છ યુનિવર્સિટીના રિસર્ચર મહેશ ઠક્કરે જણાવ્યું હતું. 


કરીનાની બર્થડેમાં જોવા મળ્યું 'KISS of Love', જુઓ Inside Photos અને Video


ગોંડલ : વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓએ ટ્રાફિકના નવા કાયદાનું પણ વેલકમ કર્યું, હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા


ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અગાઉ પણ હડપ્પીયન સમયના અનેકવાર અવશેષ મળી આવ્યા છે. કચ્છનું ધોળાવીરા અને લખપતના ખટિયા હડપ્પીય સભ્યતાના અવશેષ મળી આવ્યા છે. કચ્છ જિલ્લામાં અંદાજીત 100 જેટલી પુરાતત્વ સાઈટ આવેલી છે. રાપર પલાંસવા સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવા માટે માંગ ઉઠી છે. અન્ય દેશમાં જ્યારે કોઇપણ જગ્યાએ પુરાતત્વ અવશેષ મળે ત્યારે તે સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવામાં આવે છે. કચ્છમાં જે રીતે પ્રવાસન વેગ મળ્યો છે, તે જોતા કચ્છમાં આવેલી પુરાતત્વ સાઈટ જીયોપાર્ક તરીકે વિકસાવવા આવેતો આવનારી પેઢીને રિસર્ચમાં ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :