રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના મોટા રણવચાટે આવેલી કરીમશાહી અને વિઘાકોટમાં આજથી 3000 વર્ષ પહેલા લોહયુગના અવશેષો મળી આવ્યા છે. જેમાં માટલા, છીપલા, ધડા, બરણીઓ સહિત હાડકા અને દાંત તેમજ અસંખ્ય પ્રાણી અવશેષ મળી આવ્યા છે. કચ્છના મોટા રણમાં આજથી 800 થી 3000 વર્ષ પહેલાં લોહયુગમાં અહીં લોકો વસતા હોવાનું હાલનું મોટું પુરાતત્વીય સંશોધન સામે આવ્યું છે. હાલ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ એ વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે. 
જિંદગી સામે જંગ હારી ઉન્નાવ રેપ કેસની પીડિતા, રાત્રે 11.40 કલાકે દમ તોડ્યો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોહયુગના અવશેષો મળી આવ્યા 
કચ્છ માટે હડપ્પન સંસ્કૃતિ બાદનું ગણનાપાત્ર અને મહત્વનું સંશોધન પ્રસિદ્ધ એલીસવિયર જર્નલમાં આ રિસર્ચ પેપર આર્કિયોલોજીકલ રિસર્ચ ઈન ઇન્ડિયાના નામે પ્રસિદ્ધ થયું છે. આજથી ત્રણ વર્ષ પહેલા આઈ.આઈ.ટી ખડગપુર, કચ્છ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, કોલકાતા યુનિવર્સિટી અને પી.આર.એલ લેબના સંયુક્ત પ્રયાસોથી કચ્છના મોટા રણમાં કાળાડુંગર અને વિઘાકોટ વચ્ચેના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન દરમિયાન અહીંથી માટીના વાસણો, મોટી માત્રામાં હાડકા અને ચારકોલ મળી આવ્યા હતા. જેનું ઓપ્ટિકલી સ્ટીમ્યુલેટેડ લુમીનેસસેન્સ અને રેડિયોકાર્બન પદ્ધતિ દ્વારા પૃથ્થકરણ કરતા તાજેતરમાં એ નિષ્કર્ષ આવ્યો કે, આ અવશેષો લોહયુગના હોવાનું ફલિત થયું હતું.


કચ્છના રણમાં પહેલા નદીઓ વહેતી હતી
કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, હાલ કચ્છનું જે અફાટ રણ આવેલું છે ત્યાં તે સમયમાં અહીં નદીઓ વહેતી હતી. આઈઆઈટીના નિષ્ણાતોના મતે કચ્છ વિસ્તારમાં મળેલા હડપ્પન અવશેષો ખડકાળ ટાપુઓ પૂરતા મર્યાદિત હતા. અહીંના રણમાં હજી સુધી માનવીય વસાહતના કોઈ જ પુરાવા કે નિશાન જોવા ન હતા મળ્યા. અહીંના નવા પુરાવા મુજબ સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી ઉદભવેલા માનવ વસવાટનાં સ્થળોએ હવામાન પલટા અને પાણીની અછતને કારણે સમાપ્ત થયા હોવાનું ચોંકાવનારું તારણ પણ કાઢ્યું હતું. અહીંની માટી અને તેના તત્વો તપાસતા જાણવા મળ્યું કે, કચ્છના અફાટ રણમાં પહેલા નદીઓ વહેતી હતી અને પુષ્કળ પાણીના કારણે જ પ્રારંભિક આયર્ન યુગથી મધ્યયુગીન સમય સુધી માનવ વસવાટ અહીં ટકી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube