રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: ઉનાળો પૂરો થવાને હવે એક મહિનો પણ બાકી નથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે જેથી ટુંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જોવા મળશે. પણ આ વર્ષે પાકમાં ઘરખમ ઘટાડાના કારણે બજારમાં કેરીની આવકમાં ઘટાડો થશે તો સાથે જ તેના ભાવ વધતા લોકોને આર્થિક બોજો પણ પડશે. આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાંય ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક 10 થી 30 ટકા જેટલો જ રહ્યો છે. પણ આ વર્ષે સરેરાશ 20 ટકા જેટલો માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વધારો જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાળો શરૂ થાય એટલે લોકો ફળોના રાજાનો સ્વાદ માણવા ઉત્સુક થાય છે. કેરીમાં પણ ગીર તાલાલાની કેસરના ચાહક જુદા, વલસાડની હાફૂસના ચાહક અલગ અને કચ્છી કેસર કેરીના રસિયાઓ તો ઉનાળાના અંત સુધી સારી ગુણવત્તાની કેરીની રાહ જોતા હોય છે. આ વર્ષે હવે કચ્છમાં ઉનાળો પૂરો થવાને હવે એક મહિનો પણ બાકી નથી. ત્યારે કચ્છી કેસર કેરી પાકતા વાડીઓમાં તેને ઉતારવાનું કામ ચાલુ છે જેથી ટુંક સમયમાં જ બજારમાં કચ્છી કેસરની ધમધમાટ જોવા મળશે. પણ આ વર્ષે પાકમાં ઘરખમ ઘટાડાના કારણે બજારમાં કેરીની આવમાં ઘટાડો થશે તો સાથે જ તેના ભાવ વધતા લોકોને આર્થિક બોજો પણ પડશે.


ZEE 24 કલાક સાથે Exclusive વાત: ભરતસિંહના કથિત વીડિયો મામલે વંદના પટેલે કર્યો ઘટસ્ફોટ


કચ્છી કેસર કેરી તેના વિશેષ આકાર અને સ્વાદના કારણે જગવિખ્યાત બની છે જેથી તેને જી.આઇ. ટેગ પણ પ્રાપ્ત થયું છે. વિશ્વના અનેક ખૂણામાં વસતા લોકો ઉનાળો શરૂ થતાં જ કચ્છી કેસરની રાહ જોતા હોય છે. પણ આ વર્ષે કચ્છમાં કેસર કેરીના પૂરતા વાવેતર છતાંય ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. કચ્છમાં કેરીના ખેડૂતોનો પાક 10 થી 30 ટકા જેટલો જ રહ્યો છે જેથી ખેડૂતો ચિંતિત થયા છે. તો દર વર્ષે એક એકરમાં સરેરાશ સાત ટન જેટલા ઉત્પાદન સામે આ વર્ષે એકથી ત્રણ ટન જ માલ ઉતાર્યો છે.


ઉત્પાદનમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ જણાવતાં ખેડૂતોએ જણાવ્યું છે કે આ વર્ષે વાતાવરણમાં વિષમતા હોવાના કારણે કેરીનો પાક ઓછો થયો છે. શરૂઆતમાં વાતાવરણ પાકને માફક રહેતા કેરીને સારી માત્રામાં મોર આવ્યા હતા. પણ તે બાદ તાપમાનમાં અતિશય વધારાના કારણે અને લુ ચાલતી હોવાના કારણે પાક પર ઘણી અસર પડી હતી. તો લુ બાદ છેલ્લા એક અઠવાડિયાથી ભારે પવન ફૂંકાતા પણ ઘણો પાક સમય પહેલા જ ઝાડ પરથી પડી ગયો હતો.


ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો સંપર્ક


છેલ્લા બે દાયકામાં કચ્છની કેસર કેરીના વાવેતરમાં માટે જ મબલખ વધારો થયો છે. હાલની વાત કરીએ તો કચ્છના દસ તાલુકામાં કુલ 10,600 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થયું છે, જેમાંથી દર વર્ષે સરેરાશ 1.17 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પણ આ વર્ષે સરેરાશ 20 ટકા જેટલો માલ જ ઉતરતા કુલ ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. તો બજારમાં પણ કેસર કેરીના ભાવમાં ખાસો એવો વધારો જોવા મળશે. આમ કચ્છના "આમ" આમ આદમી માટે મોંઘા થવાની વકી સેવાઇ રહી છે. તો ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતો ને પણ ફટકો પડશે એવું ખેડૂતો ને પણ અંદાજ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube