આમિર ખાનની ફિલ્મ બહિષ્કાર કરવા અપીલ, કચ્છના મહંતનો વીડિયો થયો વાયરલ
આમતો ફિલ્મી ક્ષેત્રે કોઈ ઘટના બને તો સીધી રીતે ભલે કચ્છમાં તેની અસર ન હોય પરંતુ આમિરખાનનું નામ આવે એટલે દરેક કચ્છીના કામ સરવા થઈ જાય કેમ કે, લગાન જેવી ઐતિહાસિક ફિલ્મના સાક્ષી બનવા સાથે કચ્છમાં આમિરખાને ઘણો સમય વિતાવ્યો છે
રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: આમતો ફિલ્મી ક્ષેત્રે કોઈ ઘટના બને તો સીધી રીતે ભલે કચ્છમાં તેની અસર ન હોય પરંતુ આમિરખાનનું નામ આવે એટલે દરેક કચ્છીના કામ સરવા થઈ જાય કેમ કે, લગાન જેવી ઐતિહાસિક ફિલ્મના સાક્ષી બનવા સાથે કચ્છમાં આમિરખાને ઘણો સમય વિતાવ્યો છે. જો કે, તેને ઘણા વર્ષો થઈ ગયા પરંતુ આજે પણ લોકો તેને યાદ કરે છે.
ગુજરાતમાં લવ જેહાદના કાયદાની ચર્ચા અને દેશમાં ધર્માન્તરણના સામે આવેલા કિસ્સા વચ્ચે આમિર ખાને કિરણ રાવ સાથે લગ્નના 15 વર્ષ બાદ છૂટાછેટા લીધા છે. આજે બંનેએ સ્યુક્ત રીતે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરંતુ કચ્છના મહંતે એક ચર્ચાસ્પદ વીડિયો જાહેર કરી આમિર ખાનની ફિલ્મને ને જોવા લોકોને અપિલ કરી છે. આજે વાગડના એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુએ એક વીડિયો જાહેર કર્યો છે.
આ પણ વાંચો:- વડોદરાના રહેણાંક કોમ્પ્લેક્ષમાં આગ લાગતા 10 રહીશોનાં જીવ જોખમમાં, ફાયરબ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન
આમિર ખાને બીજીવાર હિન્દુ યુવતી સાથે લગ્ન કરી તેને છૂટાછેડા આપ્યા છે અને હજી ત્રીજીવાર આવુ કરે તો નવાઈ નથી. જેથી આમિર ખાનની ફિલ્મને બાયકોટ કરવી જોઇએ. તો વડી આમિર ખાનના કાર્યક્રમ સત્યમેવ જયતેમાં હિન્દુ રિવાજોને કુનીતી ગણાવવા વાળા આમિરની મહંત દેવનાથ બાપુએ ટીકા કરી છે.
આ પણ વાંચો:- અમદાવાદ: 160 કિલો વજનના બાળકની કરાઈ બેરિયાટ્રિક સર્જરી, સાગરનું વજન બન્યું તેનું દુશ્મન
દેવનાખ બાપુએ છેલ્લે દરેક હિન્દુઓને વિનંતી કરી છે કે, આમિર ખાનની ફિલ્મને બાયકોટ કરવામાં આવે. આમતો કિરન રાવએ પણ આમિર ખાન સાથે છૂટાછેડાને લઇને પ્રતિક્રિયા આપી છે. પરંતુ કચ્છના મહંતનો વીડિયો આ મુદ્દે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube