KUTCH ના સાંસદ વિનોદ ચાવડાના ભત્રીજાનું ફાયરિંગમાં મોત, પોલીસે તપાસ આદરી
કચ્છ અને ભુજમાં ફરી એકવાર રક્તરંજીત બન્યું છે. કચ્છમાં મારામારી જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. જો કે આજે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું ગોળી વાગવાને કારણે મોત નિપજ્યું હતું. રમેશ લોન્ચા નામનો યુવાન પોતાની ગાડીમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ગાડીના કાચ પણ બંધ હતા. તેના છાતીના ભાગે ગોળી વાગેલી અવસ્થામાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ભુજ : કચ્છ અને ભુજમાં ફરી એકવાર રક્તરંજીત બન્યું છે. કચ્છમાં મારામારી જેવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. જો કે આજે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું ગોળી વાગવાને કારણે મોત નિપજ્યું હતું. રમેશ લોન્ચા નામનો યુવાન પોતાની ગાડીમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ગાડીના કાચ પણ બંધ હતા. તેના છાતીના ભાગે ગોળી વાગેલી અવસ્થામાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
અહીં 500-1000 ની જૂની ચલણી નોટો બદલીને ડબલ કરવામાં આવે છે, જાણો સમગ્ર હકીકત
ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા તે કચ્છના સાંસદનો ભાણેજ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા ઘટના અંગે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવકે જાતે જ છાતીમાં ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં માની રહી છે. જો કે આત્મહત્યા કેમ કરી તે અંગે હજી સુધી પોલીસને કોઇ ચોક્કસ કારણ મળી શક્યા નથી.
મિલ્ટનના માલિકને રક્ષાબંધન વેકેશન લાખો રૂપિયામાં પડ્યું, તસ્કરોએ કર્યો મોટો હાથફેરો
પોલીસ દ્વારા યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત FSL ની ટીમ પણ ગાડીનો બારીકીપુર્વક અભ્યાસ કરી રહી છે. નખત્રાણા પાસેથી મળી આવેલી તેની ગાડીની પણ તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે માટે પોલીસ પણ PM રિપોર્ટની રાહ જોઇ રહી છે. ઘટનાની સંવેદનશીલતા જોતા Dy.SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ચુક્યો છે. હાલ તો પોલીસ પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube