કચ્છ :ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ મળી છે. કુકમાની સંસ્થાના પ્રયાસોથી ગૌ વિજ્ઞાનને સમર્થન મળ્યું છે. આ ચિપ મોબાઈલ, કોમ્પ્યૂટરમાંથી નીકળતા રેડિએશન સામે રક્ષણ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુજ તાલુકાના કુકમાની રામકૃષ્ણ ટ્રસ્ટે કરેલા પ્રયાસોને સફળતા મળી છે અને કચ્છની દેશી ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન્ટ અપાઇ છે. કુકમામાં ગૌવિજ્ઞાન માટે સમર્પિત સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટે 2016માં આ પ્રોડક્ટ પર પેટન્ટ ફાઇલ કરી હતી, જેને સરકારની અને વિજ્ઞાનની મહોર મળી છે.



ગોબર ચિપ મોબાઈલ તેમજ લેપટોપ કે, કોમ્પ્યૂટરમાંથી નીકળતા નુકસાનકારક રેડિયેશન સામે રક્ષણ આપે છે. તેમજ હકારાત્મક ઉર્જા શરીરને આપતી હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો હતો. ભારતીય નસ્લની ગાયોના ગોબરમાં હકારાત્મક ઉર્જાનો ભંડાર છે એ વાતને સાબિત કરવા માટે સંસ્થા દ્વારા 2016માં ભારતમાં સંભવત: પ્રથમવાર ગોબર એન્ટી રેડીએશન ચિપનું નિર્માણ કરાયું હતું.



ગોબર ચિપ હકીકતમાં હકારાત્મક ઉર્જા વધારે છે તે માટે બેલાસ્ટિક ગેલવેનો મીટર પર તેની ચકાસણી પણ કરાઇ હતી. વધુમાં 10 લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ તેના પેટન્ટ માટે અરજી કરાઇ હતી. અરજી બાદ થયેલી કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને “cowdung based radiation ane energy masking chips” ના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ગોબર ચિપને સરકારી પેટન્ટ મળતા તેને ઓર બળ મળ્યું છે. આવનારા સમયમાં ગાયની ઓળખ વધારે સ્પષ્ટ થશે અને તે રખડતી અટકશે. આ રીતે આપણા જીવનમાં ગાયનું મહત્વ વધશે.