પશુપાલકોને હવે લીલાલહેર; સરહદ ડેરીએ ફરી દુધના ફેટના ભાવમાં કર્યો વધારો, દોઢ મહિનામાં બે વાર ભાવ વધ્યા
કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી`` દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે વધારા બાદ બોનસ સહિત 745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થશે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સરહદ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરાયો છે. ઉનાળાની સિઝન તેમજ ઘાસચારાના થયેલ ભાવોમાં વધારાને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતા દિવસોમાં ગરમી વધવાની શકયતાઓને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તેવામાં પશુપાલકોમાં આત્મમનોબળ રહે તેમજ પશુઓના વેચાણ અટકે તેમજ માઈગ્રેશન–સ્થળાંતરમાં ઘટાડો થાય તે માટે ઝડપથી નિર્ણય કરી અને આદેશ કરવામાં આવ્યો છે. સરહદ ડેરી મહિને 90 લાખ રૂપિયા પશુપાલકોને ભાવ વધારો ચૂકવશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરી'' દ્વારા દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે વધારા બાદ બોનસ સહિત 745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પશુપાલકોને મળતા થશે. જેમાં પ્રતિ લિટર પશુપાલકોને 7 ફેટના 52 રૂપિયા મળતા થશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટરે 70 પૈસા વધારો થશે અને સરહદ ડેરીને દૈનિક 3 લાખ રૂપિયાનું ભારણ વધશે. આ નવા ભાવો આગામી તારીખ 16/4/2022થી લાગુ થશે.
રાજ્યમાં 5 દિવસ હીટવેવની આગાહીથી ગુજરાતીઓ સાવધાન! ત્રણ દિવસ છે યેલો એલર્ટ, ઘરમાંથી નીકળતા નહીં...
પશુપાલકોને પશુપાલન પ્રત્યે હકારાત્મક મનોબળ પૂરું પાડતા જિલ્લા ભાજપા અધ્યક્ષ કેશુભાઇ પટેલ તેમજ જિલ્લાના સાંસદ વિનોદભાઇ ચાવડાના દૂધના ભાવો વધારવાના સૂચનને ધ્યાને લઇ તેમજ ગત તારીખ 4/3/2022ના રોજ લાખોંદ પ્લાન્ટ ખાતે સરહદ ડેરીમાં નિયમિત દૂધ ભરાવતા મંડળીઓ અને પશુપાલકો દ્વારા સરહદ ડેરીના ચેરમેન પ્રતિ લિટર 2 રૂપિયાનો ભાવ વધારા માટે માંગણી કરવામાં આવી હતી. જે અનુસંધાને સરહદ ડેરી દ્વારા 15/3/2022થી 1.50 રૂપિયાનો'' વધારો કરાયો હતો.
તેમજ આગામી તારીખ 16/4/2022થી 70 પૈસાનો વધારો કરવાનો પશુપાલકો હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ઉનાળાની ગરમીને કારણે પશુઓના દૂધમાં ઘટાડો આવતો હોય છે, તેમજ ગરમીને કારણે દૂધ બગડતું પણ હોય છે તેમજ ઘાસચારાના ભાવમાં વધારો, કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ઘાસ તેમજ પાણીની તંગી વગેરે બાબતો ધ્યાને લઇ અને પશુપાલકોની લાગણીને માન આપી અને ભાવવધારો કરવામાં આવ્યો છે. જેનાથી પશુપાલકોની નુકસાનીમાં દૂધના ભાવો વધવાથી ઘટાડો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube