Kutch Builder Murder In Mumbai : મૂળ કચ્છના રાપરના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત વાગડના રીયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિની હત્યા કરાઈ છે. રાપર તાલુકાના સાંય ગામના વતની સવજી ગોકર મંજેરીની નવી મુંબઈમાં ઘાતકી હત્યા કરાઈ છે. ચાર ગોળી મારીને હત્યા કરાતા મુંબઈ સાથે સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી ગી છે. શૂટરોએ સવજી મંજેરીને તેમની ગાડીમાં જ ગોળીઓ ધરબી દીધીહતી. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. હાલ આ મામલે મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, 65 વર્ષીય બિલ્ડર સવજી ગોકર મંજેરી મૂળ કચ્છના રાપરના સાંય ગામના વતની હતી. તેઓ મુંબઈમાં જાણીતા બિલ્ડર છે. જેઓ વસ્તા અને ઈમ્પીરિયા ગ્રૂપ સાથે સંકળાયેલા છે. બુધવારે સાંજે સાડા પાંચથી 6 વાગ્યાના અરસામાં તેઓ પોતાની કારમાં નેરુલ સેક્ટર 6 અપના બજારની સામે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મોટરસાઈકલ પર આવેલા બે લોકોએ તેમની કારને અટકાવી હતી. તેઓએ સવજીભાઈ પર ગોળીબાર કર્યો હતો. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા સવજીભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. 


દહેજમાં 15 તોલા સોનુ આપ્યું છતાં સાસરીવાળાનું મન ન ભરાયું, પરિણીતાએ કર્યો આપઘાત


આ બાદ મુંબઈ પોલીસ દોડતી થઈ હતી. આ હત્યા જમીનની લેવડદેવડ, મિલકત કે અન્ય છેતરપિંડીભરી નાણાકીય લેવડદેવડને કારણભૂત થઈ હોવાનું મુંબઈ પોલીસને અનુમાન છે. સવજીભાઈના વ્યવસાયમાં પાંચ ભાગીદારો છે. તેમજ તેમના પર થોડાક મહિના અગાઉ મુંબઈ મધ્યે છેડતીનો કેસ નોંધાયો હતો, જે બાબતે રાપરના નરસી સરૈયા (પટેલ) ઉપર મહિના પછી રાપરના જકાત નાકા નજીક હુમલો થયો હતો, જેમાં પણ તેમણે હુમલો કરાવ્યો હોવાનો આરોપ મુકાયો હતો, તો એક માસ પહેલાં જ તેમણે વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના ખોટા દસ્તાવેજ બનાવી વેચી મરાઇ હોવાની ફરિયાદ પણ તેમણે નોંધાવી હતી.


સવજીભાઈના મેોતથઈ રાપરના લેઉવા પાટીદાર સમાજમાં ચકચાર મચી ગઈ છે. 


વિદેશ લગ્ન કરી સેટલ્ડ થવાના ખ્વાબ જોનારી યુવતીઓ ચેતી જજો, સુરતની મહિલાએ બધુ ગુમાવ્યુ