રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના સંતને ટ્વિટર પર સર કલમ કરવાની ધમકી મળી છે. રાપરના સંત દેવનાથબાપુને સોશિયલ મીડિયામાં સર કલમ કરતાં ફોટો સાથેની ટ્વિટ કરાઈ છે. સર કલમ કરતાં ફોટો સાથે એક વ્યક્તિએ ટ્વિટ કર્યુ છે. પઠાણ ફિલ્મના વિરોધમાં ટ્વિટ કર્યા બાદ તેમને આ ધમકી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ‘પઠાણ’ના ટ્રેલરનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. ત્યારે આ ફિલ્મને લઇને વધુ એક વિવાદ સામે આવ્યો છે. હકીકતમાં કચ્છના સંત દેવનાથ બાપુએ ફિલ્મ પઠાણના વિરોધમાં ટ્વીટ કર્યુ હતું. જે બાદ તેમને સોશિયલ મીડિયા પર સર કલમ કરી નાંખવાની ધમકી મળી છે. 




તેમને જે ટ્વિટર એકાઉન્ટ પરથી ધમકી મળી છે, તેમાં સર કલમ કરેલી તસવીર મૂકવામાં આવી છે. જેને ફોટોશોપ કરીને બનાવવામાં આવી છે, આ એક ધમકીના ભાગરૂપે મૂકાઈ છે. સંત દેવનાથ બાપુ રાપર એકલધામના સંત છે. સંત દેવનાથ ધમકીના પગલે પોલીસમાં ફરિયાદ કરશે.