કચ્છમાં 40 વર્ષ ડુંગરા ખૂંદવાનું પરિણામ મળ્યું, કચ્છ યુનિવર્સિટીએ ગેલેરી બનાવી ડો.પુલીન વસાને આપ્યું ‘બહુમાન’
કચ્છ યુનિવર્સિટીને સિંધુ કાલીન સંસ્કૃતિના નમૂનાની ભેટ આપવામાં આવી... 40 વર્ષ દરમિયાનના તમામ નમૂનાઓ કચ્છ યુનિવર્સિટીને સોંપાયા.... સંશોધન માટે જિયો આર્કિયોલોજિકલ રિસર્ચ સેન્ટર ઉભુ કરવામાં આવશે.... નાની રાયણ ગામમાં ડૉ. પુલીન વસાએ પુરાતત્ત્વનું સંશોધન કર્યું..... યુનિવર્સિટીએ તેમના સન્માનમાં અવશેષો માટે એક નવી ગેલેરી બનાવી....
Kutch University રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : માંડવીના તબીબ ડૉ. પુલીન વસાએ 1976થી સંગ્રહ કરેલા હડપ્પન અને વૈદિક કાળના અવશેષો કચ્છ યુનિવર્સિટીને સોંપ્યા છે અને આ અમૂલ્ય અવશેષોના સંગ્રહને ‘વસાગેલેરી’ નામ અપાયું છે. સાથે જ જિયો આર્કિયોલોજિકલ રિસર્ચ સેન્ટરનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. સિંધુ કાલીન સંસ્કૃતિના અમુલ્ય અવશેષો કચ્છ યુનિવર્સિટીને દાનમાં મળ્યા છે. ત્યારે આ સંશોધન માટે જિયો આર્કિયોલોજિકલ રિસર્ચ સેન્ટર ઉભુ કરવામાં આવશે. પ્રોફેશનલ આર્કિયોલોજીસ્ટ ન હોવા છતાં આટલું બધું મોટું કલેક્શન ધરાવનારા ડો.પુલીન વસાની કામગીરીને બિરદાવવામા આવી છે. 40 વર્ષ દરમિયાનના તમામ નમૂનાઓ કચ્છ યુનિવર્સિટીને સોંપાયા.
માંડવી શહેરના ડૉ. પુલીન વસાને ભૂસ્તરશાસ્ત્રીય અવશેષો એકત્રિત કરવામાં ખૂબ જ રસ હતો. માંડવી તાલુકાના રાયણ ગામમાં જ્યારે પણ ખેતરોમાં ખોદકામ થતું ત્યારે તે ત્યાં પહોંચી જતા અને આ રીતે તેમણે જીવનભર મહત્વપૂર્ણ ભૂસ્તરશાસ્ત્રીય અવશેષો એકઠા કર્યા છે. હવે તેમણે આ અવશેષો કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગને દાનમાં આપ્યા છે, જે તેમણે તેમના સમગ્ર જીવનમાં એકત્ર કર્યા હતા. યુનિવર્સિટીએ તેમના સન્માનમાં આ અવશેષો માટે એક નવી ગેલેરી બનાવી છે, જેનું નામ આ વસા ગેલેરી રાખવામાં આવ્યું છે.
40 વર્ષ દરમિયાનના પોતાના દ્વારા સંગ્રહિત કરાયેલ અવશેષો અંગે વાતચીત કરતા ડૉ. પુલીન વસાએ જણાવ્યું હતું કે, 40 વર્ષથી નાની રાયણ ગામમાં ડૉ. પુલીન વસાએ પુરાતત્ત્વનું સંશોધન કર્યું છે. એક વખત તેઓ ખેતરની મુલાકાત કરવા ગયા હતા, ત્યારે એક બાળકે તેમને માટીનો મણકો આપ્યો અને એમ કહ્યું કે આ સોનાનો મણકો હતો, જે દાદા ધોરમનાથના શ્રાપથી માટીનો થઈ ગયો તેવું મને કહેવામાં આવ્યુ હતું. પછી મેં તપાસતા જાણ્યું કે મણકો પકવેલી માટીનો હતો એટલે મને તેમાં રસ પડ્યો. આ માટીને મણકો માણસે બનાવેલો હતો એટલે તેમને તે બાળકને પૂછ્યું કે આ ક્યાંથી મળ્યું? તો ખેતરમાંથી મળ્યું. તો મેં પૂછ્યું કે, બીજું શું શું મળે. તો બાળકે કહ્યું ધાતુના માટી થઈ ગયેલા વાસણ મળે એટલે એક રવિવારે ડૉ.પુલીન વસા ત્યાં ગયા અને તેમને ખ્યાલ આવ્યો કે એક દટાયેલી સંસ્કૃતિ પર આ ગામ વસેલું છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં એવું તો શું કહ્યું કે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યુ
40 વર્ષ ટ્રેક્ટર પાછળ ચાલીને તેમજ હળ પાછળ ચાલીને તેમને ક્યાંય પણ ખાડો કે નહેર ખોદતી હોય ત્યાં જઈ અને તેમને વસ્તુઓ ભેગી કરવા માંડી અને એનો અભ્યાસ કરવા માંડ્યો અને આ જગ્યાએ સિંધુ કાલીન સંસ્કૃતિથી કરીને મૈત્રક પિરિયડ કે જે સાતમી સદી સુધીના અવશેષો તેમને મળ્યા છે. આજે પણ અહીં લોકો રહે છે પરંતુ એ તો આને દાદા ધોરમનાથની વાત કરે છે જે વાત એટલી જૂની નથી જેટલા આ પ્રાચીન અવશેષો મળ્યા છે. ઉપરાંત બીજું સંશોધન એ છે કે આ સ્થળ યુરોપ અને મધ્ય પૂર્વ સાથે સારા એવા વેપારી સંબંધો હતા. કદાચ એ વખતે નદી વધારે ઊંચી હતી અને નદી વાટે નાની હોડીઓ માંડવી પોર્ટ તો એ વખતે હતું એટલે નાની રાયણ સુધી આવતી અને એ પણ પુરવાર થયું છે બ્રિટિશ મ્યુઝિમ હતું.
આ સ્થળ પરથી પહેરવાના કપડા અને ખોરાક સિવાય માણસની વપરાશની તમામ વસ્તુઓ મળી આવી છે. રોમ શહેરની ઘંટડીઓ પણ મળી આવી છે, તો રોમમાં બનેલા દારૂના વાસણો, જેને રોમન એમફોરા કહેવાય છે એ અહીંથી મળી આવ્યા છે. એક આખી ત્રણ ફૂટ ઊંચી અને સાડા ત્રણ ફૂટ પહોળી પકવેલી માટીની કોઠી મળી છે. આજે તુર્કીના ઈસ્તંબૂલમાં કોન્સ્ટેન્ટિનોપલ નામનું શહેર હતું, તેનો અને બગદાદનો છઠ્ઠી અને સાતમી સદીનો સિક્કો મળ્યો છે. એનો અર્થ એમ કે લોકો છે ત્યાંથી અહીંયા ખરીદી કરવા આવતા. ઉપરાંત અહીંથી મળી આવેલા ઘણા બધા ફોસિલ્સ પણ ભેગા કર્યા છે અને એ ફોસિલ્સમાં સૌથી અગત્યનું ફોસિલ ડાયનોસોરનું સંપૂર્ણ ગર્ભવાળું ઈંડું છે, જે સીટી સ્કેન કરીને મેં પુરવાર કરવામાં આવ્યું છે કે તેમાં બચ્ચું દેખાય છે.
ડૉ. પુલીન વસા દ્વારા વર્ષ 1976થી અલગ અલગ હડપ્પન અને વૈદિક કાળના નમૂના એકત્ર કર્યા છે, જેમાં સિક્કાથી માંડી તમામ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. નાની રાયણમાંથી આ સંપદા મેળવવામાં આવી છે. આ તમામ નમૂના તેમણે કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગને અર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમના કલેક્શનમાંથી એક ગેલેરી બનાવવામાં આવી છે અને ત્યાંના વિદ્યાર્થીઓ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના સંશોધનને આગળ વધારીને એની પર સંશોધન કરશે.
વસા ગેલેરી અંગે વાતચીત કરતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડૉ. મહેશ ઠકકરે જણાવ્યું હતું કે, ડૉ. પુલીન વસાએ તેમના જીવન દરમિયાન આ બધા નમૂનાઓ એકઠાં કરીને તેમને અધ્યયન કર્યું. પોતે આર્કિયોલોજીસ્ટ નતા છતાં પણ એમણે વાંચી વાંચીને અધ્યયન કર્યું. વિશ્વમાંથી કેટલાક આરકોલોજીસ્ટ આવતા એમની સાથે બેસીને, ગુજરાતના પણ રાવત સાહેબની સાથે બેસીને અને કેન્દ્રમાંથી ASI માંથી પણ ઘણા બધા વ્યક્તિઓ આવીને એમની જોડે બેસીને સંશોધન કર્યું અને એમણે પોતે સંશોધન ઉપર બે કિતાબ પણ લખી છે.એક પ્રોફેશનલ આર્કિયોલોજીસ્ટ નથી. એમણે આટલું બધું મોટું કલેક્શન કર્યું આ બધું કલેક્શન છે એને ચોક્કસ રીતે સચવાઈ રહે અને એનો જાળવણી થાય અને એની ઉપર વધારે રિસર્ચ થાય એવું એમને મારા ડિપાર્ટમેન્ટમાં લાગ્યું અને તેમને કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગને અર્પણ કર્યા.
અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગની ડો.પુલીન વસાએ ઘણા વખત પહેલા મુલાકાત લીધી ત્યારે તેમને ખબર પડી કે આ મ્યુઝિયમની અંદર આ ગેલેરીમાં તેમના દ્વારા શોધાયેલ સંશોધનો સચવાઈ રહેશે. આ અવશેષોની કિંમત કોઈ છે જ નહીં અમૂલ્ય છે. કરોડો અરબો રૂપિયા આપવા છતાં મળી ન શકે પણ એ અમૂલ્ય ખજાનો સોંપવા માટે ડૉ. મહેશ ઠકકર પર વિશ્વાસ રાખ્યો તેમજ ડિપાર્ટમેન્ટ ઉપર વિશ્વાસ રાખ્યો અને એ બધા જ નમૂના આપ્યા છે કારણ કે એ નમૂનાઓ એ હવે ખાલી નમૂના નથી તેનો રિસર્ચ સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવશે એટલે કે જિયો આર્કિયોલોજિકલ રિસર્ચ સેન્ટર ઉભુ કરવામાં આવશે.