નીધીરેશ રાવલ, કચ્છ: કચ્છના રાપર વિસ્તારમાં યુવતી સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવતી સતત રડી રહી છે કરગરી રહી છે પરંતુ યુવક પર તેની કોઈ અસર નથી. વીડિયો વાઈરલ થયા બાદ હાલ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે કલમ 376 હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ વીડિયોમાં યુવક યુવતીને માનસિક ત્રાસ આપી રહ્યો છે. યુવતી રડી રહી છે છતાં યુવક તેની સાથે બળજબરી કરી રહ્યો છે. યુવક સતત યુવતીને માનસિક યાતના આપીને તેની ના હોવા છતાં ઉપરવટ થઈને તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી રહ્યો છે. રાપલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube