ગુજરાતી યુવકનું નસીબ ચમક્યું, પહેલી નોકરીમાં જ મળ્યું 2.40 કરોડનું પેકેજ
- ન્યૂયોર્કમાં 2.40 કરોડના પેકેજ સાથે કારકિર્દીની કેડી કંડારનાર કચ્છી યુવાન કેવલ મોરબીયાએ કચ્છનું ગૌરવ વધાર્યું
- USA ની Top A કોન્ફરન્સમાં કેવલને રિસર્ચ પેપર અને પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યો
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કોરોનાની મંદીના કાળમાં સારું પેકેજ મળવાની આશા ઓછી છે. પણ જો તમારામાં ટેલેન્ટ છે તો પછી દુનિયાની કોઈ પણ કંપની મોટું પેકેજ આપવામાં પાછળ પડતી નથી. આવામાં એક ગુજરાતી યુવકનું નસીબ ચમક્યું છે. કચ્છના યુવકને ન્યૂયોર્કમાં 2.40 કરોડનું પેકેજ મેળવ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જ કચ્છી યુવકના ઝોળીમાં ઝળહળતી સફળતા આવી છે.
ન્યૂયોર્કમાં 2.40 કરોડના પેકેજ સાથે કારકિર્દીની કેડી કંડારનાર કચ્છી યુવાન કેવલ મોરબીયાએ કચ્છનું ગૌરવ વધાર્યું છે. ભૂજ શહેરની નજીક લાખોંદ મુકામે આવેલી BMCB સ્કૂલ અને ભૂજની સંસ્કાર સ્કુલના પૂર્વ વિદ્યાર્થી અને બીએમસીબી બેંકના ફાઉન્ડર ચેરમેન CA મહેન્દ્ર મોરબીઆના પુત્ર કેવલ મોરબીઆએ વિશ્વ કક્ષાએ સિદ્ધિ મેળવી છે. ભૂજના યુવાને વિશ્વની Top 5 યુનિવર્સિટીમાં ગણાતી યુનિવર્સિટી ઓફ ઈલીનોય એટ અર્બાના શેમ્પન (UIUC) માંથી 100 પર્સન્ટાઈલ સાથે ટોપ કર્યું છે.
આ પણ વાંચો : ગણતરીની ઘડીમાં ગુજરાતમાં પહોંચશે વેક્સીન, ખુદ નાયબ મુખ્યમંત્રી રસી લેવા એરપોર્ટ જશે
કેવલ મોરબીયાએ B.E. ( CS ) BITS Pilani માંથી 9.7 CGPA સાથે યુનિવર્સિટીમાં ટોપ રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ MS.Comp . ( Artificial Intelligence ) ની પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી વિશ્વની ટોપ-5 યુનિવર્સિટીમાં આવતી યુનિવર્સિટી ઓફ ઈલીનોય એટ અર્બાના શેમ્પન ( UIUC ) માંથી 100 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યા હતા. શિક્ષણની સાથે કેવલે યુએસએમાં Amazon અને Microsoft જેવી કંપનીઓમાંથી ઈન્ટર્નશિપ કરી હતી. જેના બાદ કેવલને ન્યૂયોર્કની Multinational Co. Bloomberg માં રિસર્ચ એન્જિનિયર તરીકે નોકરી મળી છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે કરિયરની શરૂઆત કરનાર કેવલે તેની પહેલી જ કંપનીમાં 2.40 કરોડનું પેકેજ મેળવ્યું છે.
આ પણ વાંચો : જંગલ ખૂંદવાના શોખીન ચાર ફોટોગ્રાફર મિત્રોએ ‘રાતના રાજા’નું કેલેન્ડર બનાવ્યું
કરિયરની શરૂઆતમાં જ રૂપિયા 2.40 કરોડનું પેકેજ મેળવીને કેવલે ન માત્ર કચ્છનું પણ રાજ્યનું નામ પણ રોશન કર્યું છે. એટલુ જ નહિ, USA ની Top A કોન્ફરન્સમાં કેવલને રિસર્ચ પેપર અને પ્રેઝન્ટેશન આપવા માટે બોલાવવામાં આવ્યો હતો, જે તેની યશ કલગીમાં છોગા સમાન છે.
કેવલના પરિવારમાં શિક્ષણનું મહત્વ વધારે છે. તેમના પરિવારમાં મોટાભાગના સદસ્ય સીએ છે. તેમના પિતા મહેન્દ્ર મોરબીઆ બીએમસીબી બેંકના ફાઉન્ડર ચેરમેન છે. તો ભૂજ મર્કેન્ટાઈલ બેંક જનરલ મેનેજર CA સ્મિત મોરબીઆ, CA કેયુરી મોરબીઆ અને નિર્મલ મોરબીઆ તેના ભાઈ-બહેન છે.