Kutiyana Gujarat Chutani Result 2022: કુતિયાણામાં કાંધલ જાડેજાનો જાદૂ યથાવત, ભાજપના ઉમેદવારને હરાવ્યા
Kutiyana Gujarat vidhan sabha Result 2022: સી.આર.પાટીલે ગુજરાત ભાજપ ટીમને તમામ 182 બેઠકો પર જીત હાંસલ કરવાનો ટાર્ગેટ આપ્યો છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર જીત હાંસલ કરવી ગોડ મધરના દિકરાના સાથ વગર શક્ય નથી. કારણકે, એવું કહેવાય છેકે, કાંધલ જાડેજાની મરજી વિના કુતિયાણામાં કુતરું પણ પ્રવેશી શકતું નથી.
Kutiyana Gujarat Chunav Result 2022: કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાએ ભાજપના ઢેલીબેન આડેદરાને 26712 મતથી હરાવી દીધા. ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ હતો. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર હતી. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે તેના પર આખા દેશની નજર હતી.
કુતિયાણામાં ચાલ્યો કાંધલ જાડેજાનો જાદૂ
કુતિયાણાની બેઠક પર દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા કાંધલ જાડેજાએ ફરી જીત મેળવી છે. અહીં કાંધલની સામે ભાજપના ઢેલીબેન મેદાનમાં હતા. કાંધલ જાડેજા આ પહેલા એનસીપીની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનમાં કુતિયાણાની સીટ કોંગ્રેસના ફાળે જતા કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. હવે કાંધલ જાડેજાએ 26631 મતે જીત મેળવી છે.
Kutiyana Gujarat Chunav Result 2022: પોરબંદર વિધાનસભા બેઠક
પોરબંદર જિલ્લામાં આવેલ કુતિયાણા એક એવો મતવિસ્તાર છે જ્યાં ભાજપ-કોંગ્રેસનું નહીં પણ ગોડમધર તરીકે જાણીતા સંતોકબેન જાડેજાના પરિવારનું રાજ ચાલે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં કુતિયાણા બેઠક પરના રાજકીય સમીકરણો બીજી તમામ બેઠકો કરતા તદ્દન જુદા છે. રાજ્યકીય પક્ષ તરીકે છેલ્લી બે ટર્મથી આ બેઠક NCP પાસે છે. અહીં ભાજપ-કોંગ્રેસનો જગ વાગે એમ નથી. હવે અહીં એનસીપીથી ચૂંટાઈને ધારાસભ્ય તરીકે કાંધલ સંતોકબેન સમરણ મૂંજા જાડેજાનું નામ જ બજારમાં ચાલે છે. પણ હવે કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાથી લડી રહ્યા છે.
2022ની ચૂંટણી
આ વખતની ચૂંટણીમાં ભાજપે ઢેલીબેન ઓડેદરાને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે નાથાભાઇ ઓડેદરાને ટીકીટ આપી છે. આપે ભીમાભાઇ મકવાણાને ચૂંટણી મેદાને છે. અને બે વખતથી ધારાસભ્ય કાંધલ જાડેજા આ વખતે એનસીપીમાથી નહી પણ સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
2017ની ચૂંટણી
ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવીને વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ 25 હજાર વોટની સરસાઇથી ભવ્ય જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન નહોતું.
2012ની ચૂંટણી
2012માં એનસીપીએ ભાજપ પાસેથી આ સીટ આંચકી હતી. એનસીપીના કાંધલ જાડેજાએ ભાજપના કરશન ઓડેદરા સામે 18747 મતોના માર્જીનથી જીત મેળવી હતી.