બાવળિયા પહોચ્યા દિલ્હી: વડાપ્રધાન સાથે મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક
જસદણ બેઠકથી પેટા ચૂંટણીમાં વિજય થયેલ કુવરજી બાવળિયા તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી પહોચ્યા છે. માનવામાં આવી રહ્યું છે, કે કુવરજી બાવળિયાને લોકસભાની ટીકીટ પણ મળી શકે છે. તથા વડાપ્રધાન મોદીએ તેમને જસદણ બેઠક પરથી વિજયી થવાને લઇને અભિનંદન પાઠવ્યા હતા.
અતુલ તિવારી/અમદાવાદ: જસદણ બેઠકથી પેટા ચૂંટણીમાં વિજય થયેલ કુવરજી બાવળિયા તમામ કાર્યક્રમો રદ કરીને દિલ્હી પહોચ્યા છે. માનવામાં આવી રહ્યું છે, કે કુવરજી બાવળિયાને લોકસભાની ટીકીટ પણ મળી શકે છે. તથા વડાપ્રધાન મોદીએ તેમને જસદણ બેઠક પરથી વિજયી થવાને લઇને અભિનંદન પાઠવ્યા હતા.
કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને બાવળિયાએ ભાજપમાં જોડાયા અને તરત જ મંત્રી પદ આપતા તેમનું કદ વધ્યું હતું. ત્યારે ગુજરાતની સૌથી વધારે ચર્ચીત પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવતા બાવળિયાની રાજકીય કારકીર્દીમાં વધારે સારી થાય તેવા એધાંણ દેખાઇ રહ્યા છે. અને હવે લોકસભાની ચૂંટણીમાં વધારાની જવાબદારી પણ મળી શકે છે.
અમદાવાદ: ભરતીમાં પ્રથમ નંબરે આવેલા PSIએ ખાનગી રિવોલ્વરથી કરી આત્મહત્યા
દિલ્હીમાં વડાપ્રધાને ટ્વિટ કરીને બાવળિયા સાથેનો ફોટા સાથે તેમને જસદણ પેટા ચૂંટણીમાં વિજયી થવા પર અભિનંદન પાઠવ્યા હતા. હવે બાળળિયા દિલ્હીમાં અમિત શાહ સાથે બેઠક કરશે. ત્યારે ગુજરાતમાં બાળળિયાને લોકસભાની ચૂંટણીને લઇને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. અથવા તો લોકસભાની ચૂંટણી માટે ટીકીટ પણ મળી શકે છે.