અમદાવાદ :અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડું સક્રિય બન્યું છે. ત્યારે આ વાવાઝોડું વધુ મજબૂત બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ છે. 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો છે. જેની સીધી અસર માછીમારી, ખેતી અને પર્યટન ક્ષેત્રે જોવા મળી છે. તેમજ ભારે પવનના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાને પગલે તમામ બંદરો પર સિગ્નલ લગાવાયા. ઓખા, પોરબંદર, જામનગર, નવલખી અને કચ્છના બંદરે 2 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. તેમજ યાત્રાધામ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ છે. દરિયામાં ભારે પવન અને કરંટના કારણે આ નિર્ણય લેવાયો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ નિર્ણય લીધો છે. જેને કારણે દર્શને આવતા પ્રવાસીઓને પરત ફરવુ પડ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બંદરો પર 2 નંબરનું સિગ્નલ
ક્યારના ત્રાસ સામે બચવા માટે ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 6 કલાકે 12 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં 120 થી 130 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડાની અસર ગુજરાતના અન્ય પ્રાંતોમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ 
શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. 



ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ
ક્યાર વાવાઝોડાની અસર દરિયામાં દેખાઈ રહી છે, જેને કારણે યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરાઇ છે. દરિયામાં પવન અને કરંટના કારણે આ નિર્ણય લેવાયો છે. ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા બોસ સર્વિસ બંધ કરાયાની હાલ જાહેરાત કરાઈ છે. જેને કારણે બેટદ્વારકા જતા પ્રવાસીઓ અધવચ્ચે અટવાયા છે. 



વાતાવરણમાં ક્યારની અસર શરૂ
ક્યાર વાવાઝોડાને કારણે વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. પવનની ગતિમાં બદલાવ 40 આસપાસની ગતિમાં પવનની ઝડપ છે. માછીમાર ખેડૂત અને પર્યટન ત્રણેય ક્ષેત્રમાં તેની અસર જોવા મળી રહી છે. 2 મહિનામાં 3 વાર માછીમારો કાંઠે પરત આવ્યા છે. વરસાદ અને પવનના પગલે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો સામનો કરવો પડ્યો છે. સોમનાથ સાસણ અને દીવ આવતા પ્રવાસી ઘટશે ત્યારે વેપારીઓને નુકશાની પણ થઈ શકે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :