Diamond Quality: જો તમે પણ ડાયમંડ જ્વેલરી ખરીદો છો તો આ અહેવાલ તમારા કામના છે. જી હા... હીરાના વેચાણને લઈને એક નિયમ લાગૂ થનાર છે. જોકે, અત્યારે ગ્રાહકોને હીરા ખરીદતી વખતે એ જણાવવામાં આવતું નથી કે આ હીરો લેબમાં બનેલો છે કે પછી નેચરલી છે. પરંતુ નવા નિયમ અનુસાર હવે લેબમાં બનેલા હીરા વિશે વેચનાર માલિકે તેની સંપૂર્ણ માહિતી ગ્રાહકોને આપવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રાહક બાબતોના મંત્રાલયે વિવિધ પ્રકારના કુદરતી અને લેબમાં બનેલા હીરા માટે માર્કેટિંગ લેબલ માટે નિયમો બનાવવાનું સૂચન કર્યું છે. આ બાબત સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લેબમાં બનાવવામાં આવેલા હીરાના ઉત્પાદકો 'સિન્થેટિક ડાયમંડ' સિવાય અન્ય કોઈ શબ્દનો ઉપયોગ કરીને તેમના રત્નોનું માર્કેટિંગ કરી શકતા નથી. આ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.


ગ્રાહકોને ભ્રમ દૂર કરવા માટે જાહેર કરવામાં આવી રહી છે ગાઈડલાઈન
અધિકારીએ જણાવ્યું કે ગ્રાહકોની વચ્ચે વધતા જતા ભ્રમની સ્થિતિ, ગડબડી અને ખોટી રીતથી વેચાણ કરવાની ફરિયાદોની વચ્ચે નેચુરલ અને લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરા માટે અલગ અલગ માર્કેટિંગ લેબનો નિયમ બનાવવા માટે કન્સલટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકો તરફથી હવે એવા હીરા તૈયાર કરવામાં આવે છે, જે ધરતીનમાંથી કાઢવામાં આવેલા હીરાના જેવા જ હોય છે. તેમાં નેચરલી ડાયમંડની જેવી જ ચમક, રાસાયણિક અને ભૌતિક ગુણ હોય છે તે પ્રમાણિત પણ થઈ શકે છે. લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરા સસ્તા હોવાના કારણે તેની વધતી લોકપ્રિયતાએ દેશના જ્વેલરી બિઝનેસને પ્રોત્સાહન આપ્યું છે.


2,228 કરોડ રૂપિયાનો વેપાર થવાની આશા
મેનેજમેન્ટ અને બિઝનેસ એડવાઇઝરી ફર્મ ટેકનોપાકના અંદાજ મુજબ દેશમાં લેબમાં બનાવવામાં આવતા હીરાનું માર્કેટ આશરે રૂ. 2,228 કરોડ સુધી પહોંચી ગયું છે. 'સ્ટાન્ડર્ડ ટર્મિનોલોજી અને હીરા ઉદ્યોગમાં અપૂરતી પ્રથાઓ' અંગેની ચિંતાઓને કારણે સરકાર આ અંગે નિયમો બનાવવા માંગે છે. ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ ખામિઓના કારણે ગ્રાહકોની વચ્ચે મૂંઝવણની સ્થિતિ પરિણમી છે અને છેતરપિંડીને પ્રોત્સાહન મળ્યું છે. આ મૂંઝવણ ઘણીવાર નેચરલી હીરા અને લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરા વચ્ચેના તફાવતને લઈને ઊભા થાય છે.


'diamond' શબ્દ માત્ર નેચુરલ હીરા માટે ઉપયોગ કરવામાં આવશે
સરકાર લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરાની માન્યતા આપે છે. પરંતુ ભારતીય માનક બ્યૂરો (Bureau of Indian Standards) જે એક રાષ્ટ્રીય પ્રમાણન એજન્સીનું કહેવું છે કે હીરા 'diamond' શબ્દ માત્ર નેચરલી હીરા માટે ઉપયોગ કરવો જોઈએ. લેબમાં બનાવેલા હીરાને 'સિન્થેટીક ડાયમંડ' કહેવા જોઈએ, પછી ભલેને તેને બનાવવાની પદ્ધતિ ગમે તે હોય. નિધિ ખરેએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે આ નિયમો 30 ઓક્ટોબર 2024ના રોજ લાગુ કર્યા હતા. પરંતુ હવે એ જરૂરી છે કે હીરા નેચરલી છે કે લેબમાં તૈયાર કરવામાં આવ્યા છે, તે ગ્રાહકને સ્પષ્ટપણે જણાવવું જોઈએ. જો તે લેબમાં તૈયાર કરવામાં આવ્યા હોય તો તેને બનાવવાની પદ્ધતિ પણ સમજાવવી પડશે. સિન્થેટિક હીરા સ્પેશિયલ લેબમાં રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે રાસાયણિક વરાળ અને ઉચ્ચ તાપમાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.


મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે દરેક હીરા પર સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે આ ક્યાંથી આવ્યો છે અને તેણે કેવી રીતે તૈયાર કર્યો છે? ઉત્તર ભારત જેમ્સ એસોસિએશન કે.કે. નાથને કહ્યું, 'આ નિયમ સારો છે કારણ કે તેનાથી લોકોને સાચી માહિતી મળશે અને બિઝનેસ પણ વધશે. લોકોને ખબર પડશે કે લેબમાં બનાવવામાં આવેલા હીરા કેવા હોય છે. નવા નિયમો અનુસાર લેબમાં બનાવવામાં આવેલા હીરાને 'નેચરલ' કે 'રિયલ' કહી શકાય નહીં. નેચરલ હીરામાં નાઇટ્રોજનની થોડી માત્રા હોય છે, પરંતુ પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરામાં બિલકુલ નાઇટ્રોજન હોતો નથી. વાસ્તવિક હીરા લાખો વર્ષોમાં ભૂગર્ભમાં ભારે દબાણ હેઠળ બને છે. તમને જણાવી દઈએ કે લેબમાં આટલું પ્રેશર લગાવીને સિન્થેટિક ડાયમંડ તૈયાર કરવામાં આવે છે.