પ્રશાંત ઢીવરે/સુરત: રાજ્યમાં ધોરણ 12 ની પરીક્ષા બાદ આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. સુરતમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી મજૂરની દીકરીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા માં મારી બાજી છે. વિદ્યાર્થીની મયુરીએ બોર્ડની પરીક્ષામાં 99.64 PR મેળવ્યા છે.મયુરીના પિતા સચિન જીઆઇડીસી મિલમાં મજૂરી કામ છે. ભાડાના મકાનમાં રહી પિતાએ દીકરીને ભણાવી પોતાની કામયાબી સુધી પહોંચાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ કાકાના આ શબ્દો સાચા પડ્યા તો..., ગુજરાતમાં આગામી 6 દિવસ છે આ ખતરો!


રાજ્યમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ અનેક વિધાર્થીઓએ સિદ્ધિ હાસિલ કરી છે ત્યારે સુરતની જો વાત કરવામાં આવે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ગાંધીકુટીરમાં રહેતી વિદ્યાર્થીનીએ સરકારી શાળામાં જ અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં 99.64 PR મેળવ્યા છે. વિદ્યાર્થીની ના પિતા ગુણવંતા ધોટે જીઆઇડીસી માં આવેલ એક કંપનીમાં મજૂરી કામ કરે છે. 


LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?


છેલ્લા કેટલાક વર્ષથી સુરતમાં ભાડાના મકાનમાં રહેતા આવી રહ્યા છે. ગુણવંતભાઈ ને પરિવારમાં બે દીકરી અને એક સંતાન છે. ઘરમાં કમાવનાર એક જ વ્યક્તિ હોવાથી આર્થિક તંગીઓ નો સામનો કરી તમામ બાળકોને તેમને સરકારી શાળામાં અભ્યાસ કરાવ્યા છે.ત્યારે સૌથી મોટી દીકરી મયુરી પણ ધોરણ 1 થી 10 સુધી સુરત મહાનગરપાલિકાની સરકારી શાળામાં જ ભણી છે. આજરોજ વિદ્યાર્થીની મયુરીએ બોર્ડની પરીક્ષામાં 99.64 મેડવી સુમન હાઈસ્કૂલ ક્રમાંક 6 મા પ્રથમ ક્રમાંક મેડ્યો છે. 


પાણીપુરીવાળા, પટાવાળા અને સેલ્સમેનની દીકરીઓ ઝળકી, ‘મારે ભણાવીને ડોક્ટર બનાવવી છે"


મયુરીએ નાનપણથી જ પોતાની ઘરની પરિસ્થિતિને સમજી રાબેતા મુજબ શાળાએ જઈને અભ્યાસ કરતી હતી.મયુરીએ ધોરણ 1 થી 8 સુધીનો સુરત મહાનગરપાલિકાની સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે. તેમજ ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની સંચાલિત સ્કૂલમાં ધોરણ 9 અને 10 નો અભ્યાસ કર્યો છે. મયુરીનું માનું છે કે પિતા મીલમાં મજૂરી કામ કરી અમારા ત્રણે ભાઈઓને દિવસ રાત મહેનત કરાવે છે. જ્યારે પણ પરીક્ષા ના સમયે મને કોઈ પણ સમસ્યા ઊભી થતી હતી મારા પિતા તાત્કાલિક મને મદદ કરવા માટે ઊભા થઈ જતા હતા. 


નેતાજી આ શું બોલ્યા? BJPમાં ચાલતા વિવાદ મુદ્દે પૂછતાં રૂપાલાએ કહ્યું; હવે રહેવા દયો


હાલ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે મેં ખૂબ જ મહેનત કરી છે. હાલ મારે IAS અધિકારી બનવાનું છે. જેથી મારા વિસ્તારમાં હું જોઉં છું કે ક્રાઈમ વધુ રહ્યો છે.સાથે જ લોકોને તેમના હક અધિકાર મળતા નથી હું IAS અધિકારી બનીને આવા લોકોને મદદ કરવા માંગુ છું.


ગુજરાતી હોવ તો શરમ કરો, હજારો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ


મયુરી ના પિતા ઘરમાં કમાવનારા એકલા જ છે. જ્યારે તેઓએ પોતાના સંતાનને ભણવામાં કોઈ કસર છોડી નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ભલે તેમના બાળકો સરકારી શાળામાં ભણી રહ્યા છે. પરંતુ શાળામાં ભણવા માટે જે પણ અન્ય પુસ્તકો સાહિત્યની જરૂર પડે છે. તેઓ તેમને પૂરી પાડી રહ્યા છે.તેમજ દીકરી જ્યારે રાત દિવસ મહેનત કરતી હતી પિતા દીકરીની પાછળ ખંભીર પણે ઊભા રહેતા હતા. હાલ તેઓ તેમની દીકરી જે કંઈ પણ બનવા માંગે છે તેની પાછળ મહેનત કરવા તૈયારી બતાવી છે.


48 કલાક પછી આ રાશિવાળાની જીંદગીમાં જોવા મોટો બદલાવ, કૂબેર ખજાનો વરસાવશે રૂપિયા


મયુરી ની માતા પોતાના ઘરમાં જ કામ કરી બાળકો પર શૈક્ષણિક રીતે ધ્યાન રાખે છે.માતાનું માનું છે કે મારી દીકરીને હું ઘરમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેતી ન હતી તેમ છતાં અમારી દીકરી અભ્યાસ કરવાની સાથે મને ઘરકામમાં મદદરૂપ થતી હતી. હાલ મારી દીકરીએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અમારા પરિવાર ખુશ ખુશાલ થઈ ગયું છે.